સોનગઢના ખડકાચીખલી ગામ નજીક ડુંગર પર દવ લાગ્યો

0
  • ડુંગર પર રાત્રીના સમયે દવ ફાટી નીકળતાં અફરા તફરી મચી ગઇ 
  • 16 હજાર લિટર કરતાં વધુ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો
  • જંગલ અને ડુંગર પરના વૃક્ષો અને વનરાઈને ભારે નુકસાન
સોનગઢ તાલુકાના ખડકા ચીખલી ગામ પાસે આવેલા એક ડુંગર પર રાત્રીના સમયે દવ ફાટી નીકળતાં અફરા તફરી મચી ગઇ હતી. આ દવનું સ્વરૂપ વિકરાળ બનતાં વ્યારા નગર પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. પાલિકા ફાયર વિભાગમાંથી ત્રણ જેટલી ટીમ પાણીના ટેન્કર અને અન્ય સાધનો સાથે સ્થળ પર પહોંચી દવ પર પાણીનો મારો શરૂ કર્યો હતો. ફાયરની ટીમ દ્વારા અંદાજિત 16 હજાર લિટર કરતાં વધુ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ દવની ઘટનામાં જંગલ અને ડુંગર પરના વૃક્ષો અને વનરાઈને ભારે નુકસાન થયાનું નોંધાયું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top