આદિવાસીઓને નજીવી રકમ આપી પરપ્રાંતિયો દ્વારા જમીનો પર મસમોટું બાંધકામ કરાઇ રહ્યું છે

0
  • ડાંગમાં ટેન્ટ હાઉસના ઓથા હેઠળ આદિવાસીઓને જમીન વિહોણા કરવાનો હવે રચાઇ રહેલો કારસો
  • હાલ પરપ્રાંતીય ભૂમાફિયાઓ ઘટાદાર જંગલ વિસ્તારમાં સરકારી કોઈપણ મંજૂરી વગર પાકા ટેન્ટ હાઉસ દીધા 
  • અંતરિયાળ વિસ્તારોમાં સરકારી પૂર્વ મંજૂરી વગર મોટાપાયે ઈંટના ભઠ્ઠા બનાવી ફળદ્રુપ માટી અને વૃક્ષ છેદન પ્રવૃત્તિ પણ થતી હોય
સાપુતારા ડાંગ જિલ્લામાં આદિવાસી 73 એએની જમીન પર સરકારી તંત્રની મહેરબાનીથી બિનઆદિવાસી કબજો જમાવી મોટાપાયે વેપલો કરી રહ્યા છે તેમજ ગરીબ આદિવાસી ખેડૂતને જમીન વિહોણા કરવાનો કારસો ઘડાય રહ્યાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં ગેરકાયદેસર ઈટ ભઠ્ઠા સહિત હવે પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા ગીચ જંગલ વિસ્તારોમાં ગેરકાયદેસર ટેન્ટ હાઉસના ઓથા હેઠળ ગરીબ આદિવાસીઓને નજીવી રકમ આપી પરપ્રાંતિયો દ્વારા જમીનો પર મસમોટું બાંધકામ કરી આદિવાસીઓને જમીનવિહોણા કરવાનો કારશો ઘડાઈ રહ્યાની વિગતો બહાર આવી છે.
 
ડાંગ જિલ્લામાં 73 એએ આદિવાસી જમીનમાં તંત્રની પૂર્વમંજૂરી વગર ખેતી સિવાય કોઈ પ્રવૃત્તિ પર ચુસ્ત પ્રતિબંધ હોવા છતાં સમગ્ર ડાંગ જિલ્લાના કુદરતી સંપદા ધરાવતા વિસ્તારો પર હવે ભૂમાફિયાઓએ નજર બગાડી છે. જમીન મહેસુલ અધિનિયમની કલમ 73 એએની પેટા કલમ-4 અન્વયે આદિવાસીની જમીન બિનઆદિવાસીઓને કલેકટરની પૂર્વ મંજૂરી કે ગેરકાયદેસર વેચાણ કે તબદીલ કરવામાં આવી હોય તો તે જમીન સરકાર દાખલ કરી ખાલસા કરવાની જોગવાઇ કરવામાં આવી છે. આમ છતાં ડાંગ જિલ્લાના કુમારબંધ, શિવારીમાળ, બારીપાડા, શામગહાન, દબાસ, માલેગામ સહિત ઉત્તર- પૂર્વ ડાંગ વિસ્તારોમાં કલેકટર કે તેના સંબંધિત કોઈ કચેરીમાંથી મોટાપાયે ખેતીની જમીનોમાં પાકી હોટલોનું બાંધકામ સહિત ઈંટના ભઠ્ઠાનો બેરોકટોક વેપલો ચાલી રહ્યો છે. જેમાં પ્રાંત અધિકારી સબ સલામતનું ગાણું ગાઈ રહ્યા છે. 
 
ડાંગમાં વન વિભાગની પ્રાકૃતિક સ્થળોએ સ્થાનિક મંડળીઓ થકી આદિવાસીઓને ઇક્કો ડેવલપમેન્ટ કમિટી બનાવી વિવિધ નિયમોનું પાલન કરી રોજગારી પુરી પડાઇ રહી છે પરંતુ હાલ પરપ્રાંતીય ભૂમાફિયાઓ ઘટાદાર જંગલ વિસ્તારમાં સરકારી કોઈપણ મંજૂરી વગર પાકા ટેન્ટ હાઉસ બનાવી દિવસ રાત જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ટ્રેકિંગ સહિત વેસ્ટર્ન સંગીતનો ઘોંઘાટ વગાડી વન્ય પ્રાણીઓ સહીત જીવસૃષ્ટિને ખલેલ પહોંચાડી પર્યાવરણની ઘોર ખોદી રહ્યા છે. ડાંગમાં મહત્તમ વન વિભાગ હસ્તકની જમીન આવી છે.
 
અત્રે ઉલ્લેખનીય છેકે ડાંગ જિલ્લો 100 ટકા આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો હોય અહીંની મહત્તમ વન વિભાગ હસ્તકની જમીન આવી છે અને ખુબ ઓછી જમીન મહેસુલ હસ્તક હોય અહીંનો સ્થાનિક આદિવાસી ખેડૂત પણ અન્ય ખેડૂતની જમીન ખરીદી શકતો ન હોય કેટલાક ભૂમાફિયાઓ અધિકારીઓ સાથે સાઠગાંઠ કરી ગીચ જંગલ ધરાવતા વિસ્તારમાં ખેડૂતોને નજીવી રકમ આપી પરપ્રાંતીયો દ્વારા ગેરકાયદેસર કબ્જો જમાવાય રહ્યો છે. 73 એએ જમીનની સ્પષ્ટ જોગવાઇ હોવા છતાં અંતરિયાળ વિસ્તારોમાં સરકારી પૂર્વ મંજૂરી વગર મોટાપાયે ઈંટના ભઠ્ઠા બનાવી ફળદ્રુપ માટી અને વૃક્ષ છેદન પ્રવૃત્તિ પણ થતી હોય તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી ન કરતા આશ્ચર્ય ફેલાયું છે. જંગલોમાં ઉભા કરાયેલા ટેન્ટને લઇ વિવાદ વકરી રહ્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top