ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા પાંચ વર્ષમાં લખપતિ માંથી થયા કરોડપતિ

0
  • 2019માં સંપત્તિ 54,37,197 , 2024ની એફિડેવિટમાં રૂ. 1,32,90,408 દર્શાવાઈ
  • 5 વર્ષના ગાળામાં તેમની કુલ સંપત્તિમાં રૂપિયા 78,53,211નો વધારો થયો
  • પ્રભુ વસાવાની ત્રીજી ટર્મ માટે પસંદગી કરાઈ 
લોકસભામાં ગુજરાતની બારડોલી બેઠકના ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાએ વ્યારા ખાતે તેમનું ઉમેદવારી પત્રક ભર્યું હતું. હાલના અને અગાઉની ટર્મમાં સાંસદ રહેલા વસાવાની ત્રીજી ટર્મ માટે પસંદગી કરાઈ છે. તેમણે કરેલી એફિડેવિટ મુજબ 2019ની ટર્મથી 2024 સુધીના 5 વર્ષના ગાળામાં તેમની કુલ સંપત્તિમાં રૂપિયા 78,53,211નો વધારો થયો છે. જે 2019ની તેમની દર્શાવેલી કુલ સંપત્તિ 54,37, 197 કરતાં રૂપિયા 24,16,014 વધારે છે. આવેદનમાં જણાવ્યા મુજબ તેમની પાસે લોન ઉપર કાર છે.

બારડોલી બેઠક માટે મંગળવારે ભાજપના ઉમેદવાર અને સાંસદ પ્રભુ વસાવાની 2019માં કુલ સંપત્તિ 54,37,197 જ્યારે તેમના શિક્ષક પત્ની 35, 50, 025 નામે દર્શાવી હતી. જયારે 2024ની એફિડેવિટ મુજબ ...અનુસંધાન પાના નં.3 ઉમેદવાર પ્રભુ વસાવાએ તાપી જિલ્લાના વ્યારા ખાતે જાહેર સભા સંબોધન કરી શક્તિ પ્રદર્શન રૂપે મોટી સંખ્યામાં વાજતે ગાજતે રેલી કાઢીને વ્યારા સેવાસદન ખાતે ઉમેદવારી નોંધાવી હતી. તેમના ડમી ઉમેદવાર તરીકે અર્જુનભાઈ ચૌધરીએ નામાંકન ભર્યું હતું. શબરીધામ ગ્રાઉન્ડ ખાતે જંગી જાહેરસભા ગજવીને શક્તિ પ્રદર્શન રૂપે વાજતે ગાજતે ડીજેના તાલે રેલી કાઢી ચૂંટણી અધિકારી સમક્ષ નામાંકન ભર્યું હતું, આ વેળાએ મંત્રી કુંવરજી હળપતિ, ધારાસભ્ય ગણપત વસાવા, મોહન ઢોડિયા, સંદીપ દેસાઈ સહિતના સુરત તાપી જિલ્લાના બીજેપી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. વ્યારા જિલ્લા સેવાસદન ખાતેથી બારડોલી લોકસભા બેઠક માટે ચાર ફોર્મ લઈ જવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા ત્રણ અને સરદાર પટેલ પક્ષ દ્વારા એક ફોર્મ લઈ જવામાં આવ્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top