વ્યારા તાલુકાના અણુમાલા પ્રાથમિક શાળા ઊંચામાળા ખાતે મતાધિકારનો ઉપયોગ કરવા માહિતગાર કર્યા

0
વ્યારા તાલુકાના અણુમાલા પ્રાથમિક શાળા ઊંચામાળા ખાતે જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહે વિશેષ ઉપસ્થિતિ નોંધાવીને આગામી 7 મેના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણી-2024 સંદર્ભે લોકોને બંધારણ થકી મળેલા મતાધિકારનો ઉપયોગ કરવા માહિતગાર કર્યા હતા. 




લોકશાહીના મહાપર્વમાં લોકો પોતાની મહત્વપૂર્ણ ભાગીદારી સુનિશ્ચિત કરે તે માટે જિલ્લા વિકાસ અધિકારીએ સૌ નાગરિકોને મતદાન અંગે સમજ પુરી પાડીને આગામી 7મી મેના રોજ અવશ્ય મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો. મતદાન જાગૃતિ કાર્યક્રમમાં નાગરિકોને બેનર્સ, પેમ્પલેટ્સના માધ્યમથી પણ જાગૃત કરાયા હતા. જિલ્લા વિકાસ અધિકારીએ મહિલા મતદારોને પણ ચૂંટણી પર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માર્ગદર્શિત કર્યા હતા. આ જનજાગૃતિ અભિયાનમાં આંગણવાડીની બહેનો, બીએલઓ, ગ્રામજનો સહિત નવયુવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top