વ્યારા: જનરલ હોસ્પિટલના ખાનગીકરણ બાબતે જિલ્લાવાસીઓનો ભારે વિરોધ

Study Material
0
વ્યારા નગર ખાતે આવેલી જનરલ હોસ્પિટલના ખાનગીકરણ બાબતે સ્થાનિકોનો તેમજ જિલ્લાવાસીઓનો ભારે વિરોધને લઈને મામલો ગરમાયો હતો. હાલ ફરી જનરલ હોસ્પિટલને ખાનગીકરણ કરવાના મુદ્દા લઈ આગેવાનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જનરલ હોસ્પિટલને ખાનગીકરણ ન અટકાવે આવનાર દિવસમાં વિવિધ આંદોલનની ચીમકી અપાય હતી.
 


લોકસભાની ચૂંટણી પૂર્વે તાપી જિલ્લામાં જીલ્લા સિવિલ હોસ્પિટલના ખાનગીકરણનો વિરોધનો મુદ્દો ફરી ઉઠ્યો. જેમાં આદિવાસી સમાજનાં આગેવાનો દ્વારા જનરલ હોસ્પિટલ નાં ખાનગીકરણ બાબતે વ્યારામાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં આવનાર એક સપ્તાહમાં સરકારી હોસ્પિટલના ખાનગીકરણનો મુદ્દો નિર્ણય પાછો ન ખેંચે તો આવનાર દિવસોમાં અલગ અલગ પ્રકારે વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી પણ આગેવાનોએ આપી છે. ગરીબોની લાઇફલાઇન સમી સરકારી હોસ્પિટલનું સંચાલન ખાનગી કંપનીને સોંપવાની સરકારની જાહેરાત બાદ તાપી જિલ્લામાં સ્થાનિક આદિવાસી સંગઠનો ગતદિવસોમાં ઉગ્ર વિરોધ નોંધાવી ચૂક્યા છે. હાલમાં પણ વ્યારા ખાતે ચૌધરી સમાજની વાડી ખાતે સ્થાનિક આદિવાસી આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું જેમાં સરકાર હોસ્પિટલના ખાનગીકરણનો નિર્ણયને પાછો ખેંચે નહિ તો આવનાર દિવસોમાં અલગ અલગ પ્રકારે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ સ્થાનિક આદિવાસી આગેવાનો એ ચીમકી ઉચારી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top