નિઝર આંગણવાડી-1નું મકાન જર્જરિત બાળકો સરકારી ક્વાટર્સમાં ભણવા મજબૂર

Study Material
0
તાપી જિલ્લાના નિઝર તાલુકાના મુખ્ય મથક નિઝરના કેટેગીરી વિસ્તારની આંગણવાડી કેન્દ્ર-1નું મકાન અતિ જર્જરિત હોવાના કારણે આંગણવાડી કેન્દ્રમાં ભણતર કરનાર બાળકોને અંદાજિત છેલ્લા બે વર્ષથી સરકારી ક્વાટરમાં બેસાડીને ભણાવવા આવી રહ્યા છે. આ જર્જરિત હાલતમાં શોભાના ગાંઠિયા સમાન ઉભી આંગણવાડી કેન્દ્ર -1 નું મકાન ભવિષ્યમાં ધરાશય થાય. તો આંગણવાડી કેન્દ્રના મકાનની આજુબાજુમાંથી પસાર થનાર લોકોઓ સહીત નિઝર ગામના કેટેગીરી વિસ્તારમાં વસવાટ કરતા લોકોઓ સાથે કોઈ મોટી જાનહાનિની ઘટના બની શકે તેમ છે. જેથી જર્જરિત હાલતમાં ઉભું આંગણવાડી કેન્દ્ર-1નું મકાનને તોડી નવું મકાન બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં માગ ઉઠી છે.

 
 

નિઝર ગામની આંગણવાડી કેન્દ્ર -1 માં આશરે 30થી પણ વધુ બાળકો અભ્યાસ કરવા માટે આવે છે. આંગણવાડી કેન્દ્ર -1નું મકાન જર્જરિત હાલતમાં હોવાના કારણે જે બાળકોઓને છેલ્લા બે વર્ષની કેટેગીરી વિસ્તારમાં આવેલ સરકારી કવોટરમાં બેસાડીને ભણાવવાંમાં આવી રહ્યા છે. જોકે નિઝર ખાતે આંગણવાડી કેન્દ્રનું નવું મકાન બનાવવા અંગે મંજૂરી મળી છે. પરંતુ હજુ સુધી મકાનનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું નથી. તેમ જાણવા મળી આવેલ છે. જોખમી બનેલ આ જર્જરિત આંગણવાડી કેન્દ્ર-1નું મકાન વહેલી તકે તોડીને નવા મકાનનું બાંધકામ શરૂ કરે તેમ આ વિસ્તારમાં રહેતા લોકો જણાવી રહ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top