નિઝર તાલુકાના મુબારકપુરના બે યુવકો અંતિમવિધિ પૂર્ણ કરી પરત ફરતા અકસ્માત, એકનું મોત

0
નિઝર તાલુકામાં આવેલ મુબારકપુર ગામે ગતરોજ વૃદ્ધ મહિલાનું મરણ થયું હતું, જે મરણ જનાર મહિલાને અંતિમ વિધિ માટે મહારાષ્ટ્ર રાજ્યના પ્રકાશા ખાતે લઇ જવામાં આવેલ હતા, જેમાં ગામના બે યુવકો પણ મોટર સાઇકલ લઈ પ્રકાશા ગામે અંતિમ વિધિના કાર્યક્રમમાં ગયા હતા. જે બંને યુવકો અંતિમ વિધિનો કાર્યક્રમ પૂર્ણ કરીને પરત ઘરે ફરતા હતા. ત્યારે સાંજના સાતેક વાગ્યાંના અરસામાં નિઝરના પીપલોદ ગામની સીમમાં રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા. તે દરમ્યાન મોટર સાઇકલના ચાલકે પોતના કબ્જાની મોટર સાઇકલને પુર ઝડપી અને ગફલત ભરી રીતે હંકારી લાવીને રસ્તા પર આગળ ચાલતું બળદ ગાડાને પાછળથી અથડાવી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં મોટર સાઇકલ ચાલકનું મોત નીપજ્યું હતું. મો. સા. પર સવાર અન્ય એક તથા બળદ ગાડા વાળાને પણ ઇજા પહોંચી હોવા અંગે નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.




મળતી માહિતી મુજબ નિઝર તાલુકાના મુબારકપુર ગામના પટેલ ફળિયાના રહેવાસી ચેતનભાઈ હસમુખભાઈ પટેલ (32) અને ગણેશભાઈ શરદભાઈ પટેલ (35)નાઓ ગત રોજ હોન્ડા કંપની મોટર સાઇકલ નંબર GJ-26-P- 6339 લઈને મહારાષ્ટ્રના પ્રકાશા ખાતે અંતિમ વિધિના કાર્યક્રમમાં ગયા હતા. બંને યુવકો અંતિમ વિધિનો કાર્યક્રમ પૂર્ણ કરીને ઘરે પરત ફરતા સાંજના આશરે સાતેક વાગ્યાંના અરસામાં બંને યુવકો પીપલોદ ગામની સીમમાં રસ્તા ઉપરથી પસાર થઇ રહ્યા હતા. તે દરમ્યાન મોટર સાઇકલના ચાલક ચેતનભાઈ હસમુખભાઈ પટેલએ પોતાના કબ્જાની મોટર સાઇકલને પુર ઝડપી અને ગફલત ભરી રીતે હંકારી લાવીને રસ્તા પર બળદ ગાડાને પાછળથી મોટર સાઇકલ અથડાવી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં મો.સા.ચાલક ચેતનભાઈ પટેલને માથાના ભાગે તથા છાતીના ભાગે તથા પેટના ભાગે ગંભીર મુંઢમાર ઇજા પહોંચતા મોત નીપજ્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top