તાપી : વ્યાવલ ગામના બસ સ્ટેશન પાસે 86 હજારના દારૂ સાથે 1 ઝડપાયો

0
તાપી એલ. સી. બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન. જી. પાંચાણીની સૂચના અને માર્ગદર્શન હેઠળ તાપી એલ.સી.બી.ટીમે ખાનગી બાતમીદારો રોકી પ્રોહી, જુગારની પ્રવુતિ બાબતે માહિતી મેળવવા તજવીજ કરેલ. તે દરમ્યાન એલ. સી. બી. ટીમને બાતમી મળેલ હતી. કે, એક સફેદ કલરની બોલેરો પીકઅપ ગાડી નંબર GJ-05- BU-8413માં એક ઈસમ બોલેરો પીકઅપ ગાડીમાં ચોરખાના બનાવીને તેમાં ઈંગ્લીશ દારૂ ભરીને મહારાષ્ટ્ર રાજ્યના ધુલીયા, નંદુરબાર થઇ ગુજરાત રાજ્યના નિઝરથી સુરત તરફના રસ્તા પર જનાર છે.





તાપી એલ. સી. બી.ની ટીમે મહારાષ્ટ્રના પ્રકાશાથી નિઝર તરફ આવતા રસ્તા પર વ્યાવલ ગામના બસ સ્ટેશન પાસે વોચમાં હતા. તે વેળા બોલેરો પીકઅપ ગાડી આવતા જ પોલીસે ગાડીને રસ્તાની સાઈટમાં ઉભી કરી ચેકિંગ કરતા ગાડીના બોડીના આગળ ભાગે ચોર ખાના હોય, જેથી ચાલક ઘોડીરામ લીમ્બાજી ગાયકવાડની ગાડી કિંમત 2,00,000/- તેમજ ગાડીના બોડીના આગળના ભાગે ચોર ખાનામાં વગર પાસ પરમીટની દારૂની દારૂની બોટલ/ ટીન નંગ 1, 728 જેની આશરે કિંમત 86,400/-નો તથા મોબાઈલ નંગ -2 જેમની આશરે કિંમત રૂપિયા 5,500/- મળી કુલ રૂપિયા 2,91,900/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કરીને ઉપરોક્ત આરોપીના વિરુદ્ધમાં પ્રોહી એકટ કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top