- એશિયાની સૌથી મોટી બારડોલી સુગર મિલ દ્વારા ગત વર્ષની સરખામણીમાં 70 રૂપિયા પ્રતિ ટન વધારે જાહેર કર્યા
- કામરેજ સુગર મિલ દ્વારા ગત વર્ષની સરખામણીએ સરેરાશ 200 રૂપિયાનો ભાવ વધારો જાહેર કર્યો
દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોએ આજરોજ શેરડીના ભાવ જાહેર કર્યા હતા. જોકે ખેડૂતોને આશા હતી કે, ચાલુ વર્ષે શેરડીના સારા ભાવ મળશે પરંતુ ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું હતું. એકતરફ જોવા જઈએ તો શેરડીનું ઉત્પાદન પણ ઓછું થયું છે, બીજીતરફ માથે ચૂંટણી પણ છે. જેથી ખેડૂતોને 3500થી 3800 રૂપિયા જેટલા ભાવ મળવાની આશા હતી. જોકે ગત વર્ષની સરખામણીમાં ખેડૂતોને શેરડીના પ્રતિ ટન દીઠ સુગર મિલોએ 150થી 200 રૂપિયાનો વધારો આપ્યો છે.
કામરેજ સુગરએ 200 રૂપિયા વધુ ભાવ જાહેર કર્યો
દક્ષિણ ગુજરાતમાં આજે સૌથી પહેલાં કામરેજ સુગર મિલએ ભાવ જાહેર કર્યા હતા. કામરેજ સુગર મિલ દ્વારા ગત વર્ષની સરખામણીએ સરેરાશ 200 રૂપિયાનો ભાવ વધારો જાહેર કર્યો હતો. કામરેજ સુગર મિલ દ્વારા ઓક્ટોબરથી જાન્યુઆરીના 3351, ફેબ્રુઆરી 3451 અને માર્ચના 3551 જાહેર કર્યા હતા. જયારે એશિયાની સૌથી મોટી બારડોલી સુગર મિલ દ્વારા ઓક્ટોબરથી જાન્યુઆરીના 3423, ફેબ્રુઆરીના 3523 જયારે માર્ચના 3551 રૂપિયા જાહેર કર્યા હતા. જે સરેરાશ ગત વર્ષની સરખામણીમાં 70 રૂપિયા પ્રતિ ટન વધારે જાહેર કર્યા છે. સાયન સુગર મિલ દ્વારા ઓક્ટોબરથી જાન્યુઆરીના 3356, ફેબ્રુઆરી 3456 અને માર્ચના 3506 રૂપિયા જાહેર કર્યા છે. જે ગત વર્ષની સરખામણીએ 150 રૂપિયા પ્રતિ ટન વધુ આપ્યા છે.
ત્યાર બાદ ચલથાણ સુગર મિલ દ્વારા ઓક્ટોબરથી જાન્યુઆરી 3206, ફેબ્રુઆરી 3206 અને માર્ચના 3256 જે ગત વર્ષની સરખામણીમાં માત્ર 20 રૂપિયા પ્રતિ ટન વધુ જાહેર કર્યા છે. મઢી સુગર મિલ દ્વારા ઓક્ટોબરથી જાન્યુઆરીના 3225, ફેબ્રુઆરીના 3275 અને માર્ચના 3325 ભાવ જાહેર કર્યા છે. જે ગત વર્ષની સરખામણીએ 200 રૂપિયા પ્રતિ ટન જાહેર કર્યા હતા.
દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોએ આજરોજ શેરડીના ભાવ જાહેર કર્યા
|
સુગર મિલ |
ઓક્ટોબર થી જાન્યુઆરી |
ફેબ્રુઆરી |
માર્ચ |
|
કામરેજ સુગર |
3351 |
3451 |
3551 |
|
બારડોલી સુગર |
3423 |
3523 |
3551 |
|
સાયન સુગર |
3356 |
3456 |
3506 |
|
ચલથાણ સુગર |
3206 |
3206 |
3256 |
|
મઢી સુગર |
3225 |
3275 |
3325 |


.png)