દેશમાં આગામી મહિનાથી લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેના કારણે UPSCની પરીક્ષા સ્થગિત કરી દેવાઈ છે. ત્યારે હવે ગુજરાતમાં પણ એક પરીક્ષાને મોકૂફ રખાઈ છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ખેતીવાડી અધિકારી/સીનીયર રીસર્ચ આસીસ્ટન્ટ અને તેની સમકક્ષ (કૃષિ/બાગાયત) તેમજ ખેતીવાડી મદદનીશ અને તેની સમકક્ષ (કૃષિ/બાગાયત)ની વર્ગ-૩ જે પરીક્ષા તારીખ 22 માર્ચ 2024 ના રોજ લેવાનારી પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રખાઈ છે.

વધુ એક પરીક્ષા વહીવટી કારણોસર મોકૂફ
સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ખેતીવાડી અધિકારી/સીનીયર રીસર્ચ આસીસ્ટન્ટ અને તેની સમકક્ષ (કૃષિ/બાગાયત) તેમજ ખેતીવાડી મદદનીશ અને તેની સમકક્ષ (કૃષિ/બાગાયત)ની વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી અંગેની જાહેરાત ક્રમાંક : ૦૧/૨૦૨૪ અન્વયે તારીખ ૨૨/૦૩/૨૦૨૪ ના રોજ આયોજિત Computer Based Response Test (CBRT) પરીક્ષાને હાલ મોકૂફ રખાઈ છે. જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, કોઈ અનિવાર્ય કારણોસર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે વધુ માહિતી માટે અત્રેની યુનિવર્સિટીની વેબસાઈટ પર જણાવવામાં આવશે. જોકે હવે પરીક્ષાર્થીઓને પરીક્ષાની નવી તારીખની રાહ છે.


.png)