Surat : પ્રેમિકા મોપેડ પર ટ્યુશન ક્લાસમાંથી પરત ફરતા, પ્રેમિએ માતા-દીકરી પર ચપ્પુ વડે હુમલો કર્યો

0
સુરતમાં સનસનાટી બોલાવતી ઘટનાઓ ડગલે ને પગલે સતત વધી રહી છે. પ્રેમમાં પાગલ યુવક-યુવતીઓ એક બીજાને પામવા માટે જે મનમાં આવે એ કરવા તૈયાર થઈ જાય છે. એ તો ઠીક પણ જો લગ્ન કરવાની વાત આવે અને સામે પક્ષેથી મનાઈ કરવામાં આવે તો આપઘાત કે મર્ડર કરવા સુધી પહોંચી જતા હોય છે, ત્યારે સુરતમાં બે વર્ષ અગાઉ બનેલી ગ્રીષ્મા હત્યાકાંડ જેવી જ ઘટના બનતા બનતા સહેજમાં રહી ગઈ. પ્રેમિકા મોપેડ પર ટ્યુશન ક્લાસમાંથી પરત ફરતા તેના પ્રેમીએ તેનો પીછો કર્યો, લગ્ન માટે વાત કરવાની કોશિશ કરી પણ પ્રેમિકાએ તેની વાત ન માની. તો પ્રેમિએ માતા-દીકરી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હાલ તો પ્રેમિકા અને તેમની માતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોપી પ્રેમીની ધરપકડ બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.



મારી મમ્મી મને બચાવતા તેના પર પણ હુમલો કર્યો
યુવતીએ હોસ્પિટલમાં કણસતી હાલતમાં જણાવ્યું હતું કે, એણે મારો ચાલુ મોપેડમાં પીછો કર્યો હતો અને ગળા પર ચપ્પુના ઘા મારવાનો પ્રયાસ કર્યો હતો. મોપેડ સ્પીડમાં હોવાથી હું બચી ગઈ હતી. તેથી તેણે ફુલ સ્પીડમાં બાઈક ચલાવી મારી મોપેડને લાત મારી અને અમે નીચે પડી ગયા. ત્યાર બાદ મને ચપ્પુના ઘા માર્યા હતા. મારી મમ્મી મને બચાવતા તેના પર પણ હુમલો કર્યો હતો. ત્યાર બાદ અમને મારી નાખવાની ધમકી આપીને ભાગી ગયો હતો.

શું છે સમગ્ર ઘટના?
સુરતમાં રહેતા એક પરિવારની 23 વર્ષીય દીકરી ટ્યુશન શિક્ષિકા છે. પિતા ટ્યુશન ક્લાસ ચલાવે છે અને માતા પાલિકાની શાળામાં શિક્ષિકા છે. છ મહિના પહેલા સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ મારફતે મોરાભાગળ ખાંડા કુવા ખાતે રહેતા પ્રતીક મનોજભાઈ પટેલ નામના યુવકના સંપર્કમાં આવી હતી. જેથી બંને વચ્ચે અવારનવાર વાતચીત થયા બાદ સંબંધ પ્રેમમાં પરિણમ્યો હતો.

લગ્ન નહીં કરે તો મરી જશે તેવી ધમકી આપી
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત ડિસેમ્બર માસથી પ્રતીક વારંવાર મને તેની સાથે લગ્ન કરી લેવા માટે મારા ઓરીજનલ બર્થ સર્ટીફીકેટ, આધારકાર્ડ તથા એલ.સી.ના સર્ટીની માંગણી કરતો હતો, પરંતુ મે તેને આપેલા નહી અને તે પછી આ પ્રતીકે​​​​ મને તેની સાથે લગ્ન નહીં કરૂ તો દવા પીને આત્મહત્યા કરી લેવાની ધમકી આપી, તેમ છતા પણ હું ન માની. જેથી 29 ફેબ્રુઆરીના રોજ રાત્રિના દસેક વાગ્યે ફોન કરીને એસીડ પીધેલું છે અને હજી પણ લગ્ન નહીં કરે તો મરી જશે તેવી ધમકી આપી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top