ઇલેક્શન કમિશન કાલે બપોરે 3 વાગ્યે પ્રેસ-કોન્ફરન્સ કરશે, 6-7 તબક્કામાં મતદાન થવાની શક્યતા

0
ચૂંટણી 2024 અને રાજ્ય વિધાનસભાઓના કાર્યક્રમની ઘોષણા કરવા માટે ચૂંટણી આયોગ શનિવારે 16 માર્ચે પ્રેસ-કોન્ફરન્સ કરશે, જે બપોરે 3 વાગ્યે હશે. એને ECIના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઇવસ્ટ્રીમ કરવામાં આવશે.




એક દિવસ પહેલાં જ બે કમિશનરની નિયુક્તિ કરવામાં આવી છે. જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુ નવા ચૂંટણી કમિશનરે શુક્રવાર 15 માર્ચે પદની જવાબદારી સંભાળી છે.

પંચના ત્રણ અધિકારીએ શુક્રવારે જ ચૂંટણી કાર્યક્રમને લઈને એક બેઠકનું આયોજન કર્યું હતું.

રાજકીય પક્ષોએ પ્રચારમાં બાળકોનો ઉપયોગ ન કરવો
5 ફેબ્રુઆરીએ ચૂંટણીપંચે તમામ રાજકીય પક્ષોને ચૂંટણીપ્રચારમાં કોઈપણ સ્વરૂપે બાળકોનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. પક્ષોને મોકલવામાં આવેલી એડ્વાઈઝરીમાં ચૂંટણી પેનલે પક્ષ-ઉમેદવારોને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બાળકોનો પોસ્ટર અને પેમ્ફલેટનું વિતરણ કરવા તથા સૂત્રોચ્ચાર કરવામાં ઉપયોગ ન કરવાની કડક સૂચના આપી છે. જો કોઈ પક્ષ કે ઉમેદવાર દ્વારા આવી હરકત કરવામાં આવશે તો તેના પર ઝીરો ટોલરન્સ પોલિસી લાગુ કરી સજા આપવામાં આવશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top