નર્મદા જિલ્લાના એકતાનગરમાં જેમ માલેતુજારો જમીનો ખરીદવા ધંધો સેટ કરવા દોડ મૂકી છે. તેમ નાના મોટા કામો માટે મેનપાવર સપ્લાયની પણ 15થી વધુ એજન્સીઓ છે. આ એજન્સીઓ ગાંધીનગરના નેતાઓના સગાસંબંધીઓની હોય એમ પોતાની મનમાની પ્રમાણે કામ કરી રહી છે અને સ્થાનિક આદિવાસી કર્મચારીઓનું શોષણ કરી રહી છે અને જે કોઈ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ લે તેની હાકલપટ્ટી કરી દે છે.
કેવડિયામાં બેઠેલા સત્તા મંડળના અધિકારીઓ મૌન સેવી આ બધું જોયા કરે છે. આવી ફરિયાદ ગુજરાત શ્રમિક સંઘઠન કરી રહ્યું છે. સત્તમંડળના મુખ્ય સચિવ અને અધિકારીઓથી લઈને અને ગાંધીનગરના મંત્રી મંડળને પણ લેખિત રજૂઆત કરી માગ કરી છે કે અમારા વિવિધ મુદ્દાઓ તેમજ માંગણીઓને લઈને યોગ્ય નિરાકરણ લાવી આપવામાં નહિ આવે તો ત્રણ દિવસ બાદ તમામ કર્મચારીઓ હડતાળ પર ઉતરી જશે. જો આવું બનશે તો આગામી ઉનાળા વેકેશનમાં પ્રવાસીઓની ભીડને લઈને SOU સત્તામંડળને મુશ્કેલી સર્જાશે. જેથી સત્તા મંડળ જલદી કોઈ નિર્ણય લઇ કર્મચારીઓની માગો સંતોષે તે જરૂરી બની છે.
આ રજૂઆત બાબતે ગુજરાત શ્રમિક સંઘઠનના પ્રમુખ મહેશ તડવીએ જણાવ્યું હતું કે, કેવડિયા સત્તા મંડળ દ્વારા વિવિધ જગ્યાઓ માટે મેનપાવર સપ્લાય અપાતા 15થી વધુ નાની-મોટી એજન્સીઓ છે. જેમાં બધાના નિયમો અલગ અલગ છે પણ શોષણ બધા કરે છે. કોઈ મારા જેવું બોલે તો ખોટો કેસ કરાવે અને છુટા કરી દે છતાં કોઈ સત્તામંડળના અધિકારીઓ કશુ કહેતા નથી. અમારે અમારી રજૂઆત કોને કહેવીએ સ્થળ હજુ અમને સત્તામંડળ આપ્યું નથી. કે તમારે કોઈપણ સમસ્યા આ અધિકારીને કહેવું. જંગલ સફારી વાળા એમની મનમાની ચલાવે બીજી એજન્સીઓ તેમની નથી પગાર નિયમિત અપાતા, કે નથી નિયમ મુજબ પગાર અપાતા, જોઈનીંગ લેટર પણ અપાતા નથી. 8 કલાકથી વધુ કામ કરાવે છે, પંચિંગ મશીનો સાંતળી દેવામાં આવે છે અને દાદાગીરી કરે છે.


.png)