લોકસભા ચૂંટણીની તારીખો જાહેર, સાત તબક્કામાં મતદાન, 4 જુને પરિણામ

Study Material
0

ચૂંટણી પંચે આજે લોકસભાની ચૂંટણીને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી.જેમાં 2024 લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. તેમણે કહ્યું કે તેઓ બે વર્ષથી ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. સાત તબક્કામા ચૂંટણી યોજાશે. 


લોકસભા ચૂંટણીઓની તારીખોનું એલાન થયું છે. રાજધાની નવી દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણીનો આખો કાર્યક્રમ જાહેર કર્યો હતો.

લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થશે, 19 એપ્રિલથી શરૂ થશે, 4 જૂને પરિણામ આવશે

લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.

26 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે

વિધાનસભાની 26 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. બિહાર, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ, હિમાચલ, રાજસ્થાન, તમિલનાડુમાં પેટાચૂંટણી યોજાવાની છે. તમામ 26 વિધાનસભાઓ પર પેટાચૂંટણી યોજાશે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ છે. રાજ્યમાં એક જ તબક્કામાં મતદાન યોજાશે.

ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તારીખનું એલાન થયું છે. રાજ્યની બધી 26 બેઠકો માટે એક જ તબક્કામાં 7 મેના દિવસે મતદાન યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીનો જે કાર્યક્રમ જાહેર કર્યો છે તેમાં ગુજરાતમાં એક તબક્કાનું મતદાન ફાળવાયું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top