- એન્ડ્રોટ અને કલ્પેની ટાપુઓ માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 15.3
- લક્ષદ્વીપ ટાપુના કાવારત્તી અને મિનિકોય માટે રૂ. 5.2 પ્રતિ લિટરનો ઘટાડો
ભારતના એન્ડ્રોટ અને કલ્પેની ટાપુઓ માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 15.3 અને લક્ષદ્વીપ ટાપુના કાવારત્તી અને મિનિકોય માટે રૂ. 5.2 પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે
કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલને લઈને બે ટાપુઓને વધુ એક મોટી ભેટ આપી છે. ભારતના એન્ડ્રોટ અને કલ્પેની ટાપુઓ માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 15.3 અને લક્ષદ્વીપ ટાપુના કાવારત્તી અને મિનિકોય માટે રૂ. 5.2 પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ ઘટાડો આજથી લાગુ થશે.પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે ઘટાડાની જાહેરાત કરી છે. મંત્રાલયે કહ્યું કે લક્ષદ્વીપમાં IOCL ચાર ટાપુઓ કાવારત્તી, મિનિકોય, એન્ડ્રોટ અને કાલપેનીને પેટ્રોલ અને ડીઝલ સપ્લાય કરે છે. IOCL પાસે કાવારત્તી અને મિનિકોયમાં ડેપો છે. કેરળના કોચીમાં IOCL ડેપોમાંથી આ ડેપોને સપ્લાય કરવામાં આવે છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે ઘટાડા બાદ ટાપુઓ પર પેટ્રોલનો ભાવ રૂ. 100.75/લીટર અને ડીઝલનો ભાવ રૂ. 95.71/લીટર થશે. તમને જણાવી દઈએ કે ગઈકાલે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત થાય તે પહેલા જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.


.png)