ભાજપ (BJP) એ બુધવારે આગામી લોકસભા ચૂંટણી માટે 72 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી. જેમાં 25 વર્તમાન સાંસદોની જગ્યાએ નવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવી છે.

ગુજરાતમાં પાંચ નવા ચહેરાઓને ટિકિટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાતમાં ભાજપે પાંચ વર્તમાન સાંસદોની જગ્યાએ નવા ચહેરાઓને ટિકિટ આપી છે. ભાજપે તેના બે વખત સાંસદ દીપસિંહ મગનસિંહ રાઠોડની જગ્યાએ સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી દુધાજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ ભાવનગર બેઠક પરથી નિમુબેન બાંભણિયાને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે આ બેઠક પરથી બે વખતના સાંસદ ભારતીબેન ધીરૂભાઈ શિયાળની ટિકિટ રદ્દ થઈ છે. છોટા ઉદેપુર લોકસભા બેઠક પરથી ભાજપે વર્તમાન સાંસદ ગીતાબેન વજેસિંગભાઈ રાઠવાને બદલે જશુભાઈ ભીલુભાઈ રાઠવાને મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ સુરત બેઠક પરથી મુકેશભાઈ ચંદ્રકાંતને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ત્રણ વખત સાંસદ અને કેન્દ્રીય મંત્રી દર્શના વિક્રમ જરદોશની ટિકિટ રદ્દ કરવામાં આવી છે.


.png)