DGVCLએ ફ્યુલ ચાર્જ ઘટાડ્યો, ગ્રાહકોને સરેરાશ 300 રૂપિયા બચત થશે

0
સરકારે વીજદરમાં ફ્યુલમાં 50 પૈસાનો યુનિટ દીઠ ઘટાડો કરાયો છે જેને કારણે DGVCLના 37.43 લાખ ગ્રાહકોને દર મહિને 136 કરોડ રૂપિયાની રાહત મળશે. એટલે કે ગ્રાહકોને વાર્ષિક 1636 કરોડની રાહત મળશે. હાલ માર્ચ મહિનો ચાલી રહ્યો છે પરંતુ આ ભાવ ઘટાડો ગ્રાહકોને 1લી જાન્યુઆરીથી મળશે એટલે આગામી વિજબિલમાં તેનું એડજસ્ટમેન્ટ કરીને વીજબિલ બનશે. વીજબિલમાં ફ્યુલ ચાર્જ 3.35 રૂપિયા હતો જે હવે 2.85 રૂપિયા થશે.



ભાવ ઘટાડા પહેલાં રેસિડેન્ટ ગ્રાહકોને યુનિટ દીઠ 7.44 પૈસા ચૂકવવા પડતા હતા, પરંતુ હવે 50 પૈસા ઘટાડા સાથે 6.94 જ યુનિટ દીઠ ભાવ ચૂકવવો પડશે. ડીજીવીસીએલ દ્વારા 37.43 લાખ ગ્રાહકોને મહિને 2700 મિલિયન યુનિટ વીજળી અપાય છે, જેમાં યુનિટ દીઠ 50 પૈસા લેખે 136 કરોડ રૂપિયાના વપરાશમાં રાહત મળશે. ડીજીવીસીએલ દ્વારા જીયુવીએનએલ (ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ) પાસેથી વીજળી ખરીદી ગ્રાહકોને સપ્લાય કરાય છે. સામાન્ય રીતે વીજળીના ફ્યુલ ચાર્જમાં વધારો કે ઘટાડો કોલસા-ગેસની ખરીદીના આધારે ફ્યુલ ચાર્જમાં કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, દરેક ઘરોમાં સામાન્ય રીતે 300 યુનિટના વપરાશ લેખે સરેરાશ 300 રૂપિયાની બચત થશે.

ગ્રાહકોને આ રીતે ફાયદો

યુનિટ બિલ દીઠ રાહત

100 50 રૂપિયા

200 100 રૂપિયા

300 150 રૂપિયા

400 200 રૂપિયા

500 250 રૂપિયા

સોલાર પેનલવાળા ગ્રાહકોને વધુ ફાયદો

સુરતમાં આમપણ સોલાર એનર્જીથી લોકો પોતાના વીજબીલ ઓછા કરી રહ્યા છે. આવા ગ્રાહકોની સંખ્યા ગુજરાતના અન્ય શહેરોની સરખામણીમાં સુરતમાં વધારે છે. લોકો સોલાર પેનલ લગાવવા માટે સરકાર પાસેથી સબસિડી તો લે જ છે અને પછી જ્યારે પેનલ વીજઉત્પન્ન કરે છે ત્યારે વપરાયેલા યુનિટમાંથી વીજકંપની બિલમાં યુનિટ બાદ કરી આપે છે. કેટલાક ગ્રાહકોને તો બિલના રૂપિયા આપવાને બદલે સામેથી વધારાના રૂપિયા પણ મળે છે

ગત જૂલાઈમાં 25 પૈસા ભાવ વધારો કરાયો હતો

ગત જુલાઈ મહિના પહેલા વીજળીનો ફ્યુલ ચાર્જ 3.10 પૈસા હતા. જુલાઈ 2023માં ફ્યુલ ચાર્જ 25 પૈસા વધારીને 3.35 રૂપિયા કરવામાં આવ્યો હતો જે હવે ફરી 50 પૈસા ઘટાડતા 2.85 રૂપિયા થયો છે મોટાભાગે વીજળી વિભાગમાં એક વખત વીજળીના ભાવમાં વધારો થયા બાદ ઘટાડો થવાની સંભાવના નહીંવત હોય છે પરંતુ ગુજરાત સરકાર દ્વારા વીજળીના ભાવમાં ઘટાડો કરવામાં આવતા ગ્રાહકોને વીજબિલમાં રાહત થશે.

એચટી, એલટી કનેકશનો 75 ટકા વીજળીનો ઉપયોગ કરે છે

રેસિડન્સ અને કોમર્શિયલ તમામ મળીને ડિજીવીસીએલમાં 37.43 લાખ ગ્રાહકો છે જેમાં 29 લાખ 4000 ગ્રાહકો રહેણાંક કનેક્શન, એચટી કનેક્શનના 6073 અને ઔદ્યોગિક કોમર્શિયલ કેટેગરીમાં 5.30 લાખ ગ્રાહકો છે. જેમાંથી 70 ટકા વીજળીનો ઉપયોગ ઔદ્યોગિક કોમર્શિયલ અને એચટી વીજ કનેક્શન દ્વારા કરવામાં આવે છે જેથી ઔદ્યોગિક એકમોને વીજળીમાં ખૂબ મોટી રાહત થશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top