'અમે સત્તામાં આવીશું તો EVMને વોટિંગ પ્રક્રિયામાંથી હટાવી દઈશું', રાહુલ ગાંધી

Study Material
0

રવિવારે મહારાષ્ટ્રના મુંબઈમાં કોંગ્રેસની મેગા રેલીમાં ઈન્ડિયા બ્લોકના નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને લોકસભા ચૂંટણી માટે પોતાના ઈલેક્શન કેમ્પેઈનની શરૂઆત પણ કરી દીધી. તમામ નેતાઓના ટાર્ગેટ પર EVM રહ્યું હતું. રેલીમાંથી સ્પષ્ટ મેસેજ આપવામાં આવ્યો હતો કે આગામી દિવસોમાં વિપક્ષના ચૂંટણી પ્રચારમાં EVM જ પર ટાર્ગેટ રહેશે. ગઠબંધનમાં સામેલ પાર્ટીઓના નેતાઓએ EVM દ્વારા મતદાન પ્રક્રિયાનો વિરોધ કર્યો હતો અને એલાન કર્યું છે કે જો અમે સત્તામાં આવીશું તો EVM દ્વારા ક્યારેય મતદાન થવા નહીં દઈશું.


 

કોંગ્રેસ નેતા રાહુપલ ગાંધીની રવિવારે ભારત જોડો ન્યાય યાત્રાના સમાપન પર મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્ક મેદાનમાં ઈન્ડિયા બ્લોકના દિગ્ગજ નેતાઓનો જમાવડો થયો હતો. આ દરમિયાન નેતાઓએ મતદાન માટે EVMના ઉપયોગ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તમામ નેતાઓએ EVM મતદાન વિરુદ્ધ વાત કરી અને કહ્યું કે, જો ઈન્ડિયા બ્લોક સત્તા આવશે તો EVMને વોટિંગ પ્રક્રિયામાંથી હટાવી દઈશું અને ECIને સ્વતંત્રતા આપીશું.

EVMમાં રાજાની આત્મા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'નરેન્દ્ર મોદી EVM વિના ચૂંટણી ન જીતી શકે. અમે ચૂંટણી પંચને વિનંતી કરી કે અમને EVM બતાવે અને અમારા નિષ્ણાતોને મશીન બતાવે. તેણે અમને બતાવવાનો ઈનકાર કરી દીધો. અમે મશીન અને તેમાંથી નીકળતા કાગળો વિશે પૂછ્યું પરંતુ તેમણે તે કાગળોને ગણવાનો ઈનકાર કરી દીધો. રાજાની આત્મા EVM છે. નરેન્દ્ર મોદીનું કામ છે તમારું ધ્યાન હટાવવાનું. છેલ્લા 40 વર્ષની સરખામણીમાં આજે બેરોજગારી સૌથી વધુ છે. આખી સિસ્ટમ નિયંત્રણમાં છે. જ્યારે તેમની સરકાર પહેલીવાર સત્તામાં આવી ત્યારે અરુણ જેટલીએ આવીને મને કહ્યું હતું કે જમીન અધિગ્રહણની વાત ન કરો. મેં પૂછ્યું કે હું તેના વિશે કેમ ન બોલું? તેમણે કહ્યું કે જો તમે બોલશો અમે તમારી સામે કેસ કરી કરીશું. ED મારી પાસે આવી અને 50 કલાક સુધી મારી પૂછપરછ કરી. ED અધિકારીએ મને કહ્યું કે તમે કોઈનાથી નથી ડરતા તમે નરેન્દ્ર મોદીને હરાવી શકો છો.'

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top