DJB કેસમાં આજે પણ ED સામે હાજર નહીં થાય અરવિંદ કેજરીવાલ, AAPએ સમનને ગણાવ્યું ગેરકાયદેસર

Study Material
0
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં પણ ED સામે હાજર થવાનો ઈનકાર કરી દીધો છે. આમ આદમી પાર્ટીએ EDના આ સમન્સને પણ ગેરકાયદેસર ગણાવ્યું છે. EDએ દિલ્હી જલ બોર્ડમાં કથિત કૌભાંડ સાથે સબંધિત મની લોન્ડરિંગ મામલે રવિવારે કેજરીવાલને પીએમએલએની કલમ 50 હેઠળ સમન્સ પાઠવીને સોમવારે પૂછપરછ માટે બોલાવ્યા હતા. 



આમ આદમી પાર્ટીએ આજે કહ્યું કે, દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે ED સામે હાજર નહીં થશે. આમ આદમી પાર્ટીએ કહ્યું કે, EDનું સમન ગેરકાયદેસર છે. જ્યારે કેજરીવાલને કોર્ટથી જામીન મળી ગયા છે તો ED વારંવાર સમન્સ કેમ પાઠવી રહી છે?

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને EDએ દિલ્હી જલ બોર્ડ મામલે મની લોન્ડરિંગ એક્ટની કલમ 50 હેઠળ સમન્સ પાઠવ્યુ છે. ED દિલ્હી જલ બોર્ડમાં ગેરકાયદેસર ટેન્ડરિંગ અને ગુનાની કથિત આવકની તપાસ કરી રહી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top