તાપી જિલ્લાના DySpની સુરત સિક્યોરીટી અને વિઝીલન ખાતે બદલી

0
લોકસભા 2024ની ચૂંટણીને જાહેરાત પહેલાં જ રાજયમાં બદલીઓનો દોર ચાલુ છે, હવે ગણતરીના કલાક જ બાકી રહ્યા છે ત્યારે ચૂંટણીલક્ષી બદલીઓની ઘણા સમયથી ચાલી રહી છે. ત્યારે ચૂંટણી પહેલા આ છેલ્લી બદલીઓ કહી શકાય એમ છે. એમાં પણ ખાસ કરીને જે બદલીઓની રાહ જોવાઈ રહી હતી એમાં આજે સાંજે ડીવાયએસપી કક્ષાના 65 અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે.




આજે થયેલી DYSP કક્ષાના 65 અધિકારીઓની બદલી એમાં તાપીના DYSP સી.એમ. જાડેજા, વ્યારા વિભાગીય પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતાં હતા. તેમની ફરજ દરમિયાન તેઓ નિષ્પક્ષ અને સ્વતંત્ર રીતે કામ કરતા અધિકારી છે. સાથે જ એમનાં કાર્યકાળ દરમિયાન કોઈ પણ સામાન્ય વ્યક્તિ એમણે સરળ રીતે મળી શકે છે અને એમની મુશ્કેલીઓનો હલ લાવવામાં પ્રયત્ન કરવાનો એમનો મિજાજ રહ્યો છે.

ત્યારે DYSP સી.એમ. જાડેજાની જગ્યાએ સુરત જિલ્લામાં આવેલ લાજપોર જેલમાં dysp તરીકે ફરજ બજાવતાં પી.જી. નરવડેની બદલી તાપી જિલ્લાનાં વ્યારા વિભાગ પોલીસ મથકે કરવામાં આવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top