આદિવાસી પંચના નેજા હેઠળ કલેક્ટર કચેરીએ અસરગ્રસ્તો ભેગા થયા; કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત

0
તાપી જિલ્લામાંથી પસાર થતા ભારત માળા પ્રોજેકટ, ગુડ્ઝ ટ્રેન કોરિડોરના અસરગ્રસ્ત ગામોના લોકોએ ભેગા મળીને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. તાપી જિલ્લા આદિવાસી પંચના નેજા હેઠળ કલેક્ટર કચેરીએ અસરગ્રસ્તો ભેગા થયા હતા. ત્યારે તાપી જિલ્લાના 44 જેટલા ગામોમાંથી પસાર થનાર ગુડ્સ ટ્રેન કોરિડોર અંગે રજૂઆત કરવા પહોંચ્યા હતા. આગેવાનો સહિત અસરગ્રસ્તોએ કોરિડોર રદ કરવાની માગ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી. આવનારા દિવસોમાં સરકાર આ તમામ પ્રોજેકટ રદ નહિ કરે તો આદિવાસી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી પણ આપવામાં આવી હતી.




આદિવાસી આગેવાન લાલસિંગ ગામીતે જણાવ્યું હતું કે, અમે આજે વિરોધ કરી કલેક્ટરને જાણ કરવા માટે આવ્યા છીએ કે, હવે પછી અમે એક પણ એક જમીન નવા પ્રોજેક્ટમાં આપવાના નથી. આ કલેક્ટરને હુકમ આદિવાસી પંચ દ્વારા કરવામાં આવેલો છે કે હવે આવેદન આપીને થાકી ગયા છે. તાપી ભારત માળા પ્રોજેકટ, ગુડ્ઝ ટ્રેન કોરિડોર પ્રોજેક્ટ છે એ તમામ પ્રોજેક્ટોને અમે લોકો રદ કરવા માટેનું કલેક્ટરને હુકમ કરીને આવ્યા છીએ. આવતા સમયમાં સરકાર ફરીથી આ કાર્યક્રમ શરૂ કરશે તો આવનાર ચૂંટણીઓમાં સરકારને આદિવાસી એનો પરચો બતાવશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top