સોનગઢ તાલુકાના ધજાંબા ગામે બોલેરો એ બાઈક ને ટક્કર મારતાં દંપતી અને બાળકને ગંભીર ઇજા

0
સોનગઢ તાલુકાના દુમદા ગામે રહેતાં એક મજૂર પરિવારના પતિ પત્ની અને તેમનું બે વર્ષનું બાળક બાઈક પર બેસી અંકલેશ્વર તરફ મજૂરી કામ પર જવા નીકળ્યા ત્યારે ધજાંબા ગામ પાસે એક બોલેરો એ બાઈક ને ટક્કર મારતાં દંપતી અને બાળકને ગંભીર ઇજા થઇ હતી.





દુમદા ગામે નિશાળ ફળિયામાં રહેતાં વિપુલભાઈ રાજેશભાઈ વળવી અંકલેશ્વર તરફ મજૂરી કામ અર્થે રહેતાં આવ્યાં છે પણ હાલ હોળીની રજામાં વતન આવ્યાં હતાં. તેઓ રજા પૂર્ણ કરી મંગળવારે પોતાની બાઈક પર પત્ની એલીશાબહેન વળવી અને પુત્ર ફિયોન (02)ને બેસાડી અંકલેશ્વર જવા નીકળ્યાં હતાં. આ બાઈક ઉખલદા ધજાંબા રોડ પર ધજાંબા ટેકરા પાસેથી પસાર થતી હતી ત્યારે એક બોલેરો કે જેનો નંબર GJ-26-T-7534 ના ચાલકે પોતાની કાર પૂરઝડપે હંકારી વિપુલભાઈની બાઈકને સામેથી ટક્કર મારી નાસી ગયો હતો.

આ અકસ્માતના બનાવમાં વિપુલભાઈને કમરના ભાગે અને શરીરે ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે સુરત ખાતેની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યારે એલીશાબહેન અને તેમના દીકરા ફિયોન ને પણ ગંભીર ઇજા થતાં તેમને સારવાર અર્થે વ્યારા જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ અંગે બોલેરો ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top