આપ નેતાઓએ કહ્યું હતું કે, કેજરીવાલ સળીયા પાછળ હોવા છતાં રાજ્યના મુખ્ય મંત્રી પદે તો ચાલુ જ રહ્યા છે અને તેઓ જેલમાંથી પણ સરકાર ચલાવી શકે.

આ તબક્કે તે પણ ઉલ્લેખનીય છે કે કેજરીવાલે જેલમાંથી જ બે મહત્વના હુકમો તો જારી કરી જ દીધા હતા. પરંતુ લેફટેનન્ટ ગવર્નર વી.કે. સકસેનાએ તેનો અમલ અટકાવી દીધો હતો. તેઓએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે : જેલમાંથી સરકાર ચલાવી જ ન શકાય. તે સર્વવિદિત છે કે, આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની દિલ્હી સરકારની એકસાઈઝ પોલીસી અને તે ઉપરાંત મનીલોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટરે તા. ૨૧મી માર્ચે ધરપકડ કરી હતી. તે પછી અહીંની કોર્ટે તેઓની ઉક્ત એજન્સીની કસ્ટડીમાં પુછપરછ અંગે ૨૮ માર્ચ સુધી મોકલી દીધા હતા.
આ અંગે દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સકસેના એ અહીં યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતાં કહ્યું હતું કે, 'હું દિલ્હીના લોકોને ખાતરી આપું છું કે, દિલ્હી સરકાર જેલમાંથી ચાલી જ ન શકે.'


.png)