કુંભિયા ગામના રેહવાસી અને આરટીઆઈ કાર્યકર્તા તેમજ સામાજિક કાર્યકર ઈસમની ગળું દબાવી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી
બંને આરોપીને પોલીસે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કોસંબીયા ગામેથી આરટીઆઈ કાર્યકર્તા અને સામાજિક કાર્યકરની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસે આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરતા સમગ્ર મામલે બે આરોપી ઝડપાયા છે જેમાં જમીન વેચવા બાબતે વાત કરતા મૃતક દ્વારા જમીન નહિ વેચવા નું કહેતા મૃતક ના સબંધી અને તેના મિત્ર એ મૃતક નું ગળું દબાવી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કુંભિયા ગામના રેહવાસી અને આરટીઆઈ કાર્યકર્તા તેમજ સામાજિક કાર્યકર સુધીર ચૌધરી નામ ના ઈસમ ની ગળું દબાવી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી બનાવ ની જાણ પોલીસ ને થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં બે આરોપી ને ઝડપી લેવામાં આવતા હત્યા નું કારણ બહાર આવ્યું હતું જેમાં મૃતક અને આરોપીઓ પાર્ટી કરવા બેઠા હતા જેમાં આરોપી વિકાસ ચૌધરી દ્વારા જમીન વેચવા ની વાત કરતા મૃતક દ્વારા જમીન વેચવા નું ના કહેતા વિકાસ ચૌધરી ત્યાં થી નીકળી ગયા હતા અને સબંધી જયેશ ચૌધરી ગમછા વડે મૃતક નું ગળું દબાવી દઈ હત્યા કરી હતી બાદમાં મિત્ર વિકાસ ચૌધરી ને બોલાવ્યા બાદ લાશ ને અવાવરૂ જગ્યા પર મૂકી જઈ નાસી છૂટયા હતા બાદમાં તપાસ દરમ્યાન બંને આરોપીને પોલીસે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.