- 23 બારડોલી લોકસભા ભાજપના ઉમેદવારનું સોશિયલ મીડિયામાં બન્યું ફેક ફેસબુક એકાઉન્ટ
- સાંસદ પ્રભુ વસાવાએ આ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો વ્યહાર ન કરવા જણાવ્યું
23 બારડોલી લોકસભા ભાજપના ઉમેદવારનું સોશિયલ મીડિયામાં કોઈ અજાણ્યા ઇસમ દ્વારા ફેક એકાઉન્ટ બનવામાં આવ્યું હતું, જેથી સાંસદ પ્રભુ વસાવાએ આ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો વ્યહાર ન કરવા જણાવ્યું હતું.
બારડોલી લોકસભાના સાંસદ અને ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાનું ફેસબુક પર ફેક એકાઉન્ટ બન્યું હોવાનું સામે આવ્યું છે. કોઈ અજાણ્યા ઇસમ દ્વારા ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવી દીધું છે. ફેસબુક પર ફેક એકાઉન્ટ બન્યું હોવાની જાણ સાંસદ પ્રભુ વસાવાને થતાં તેઓએ તુરંત પોતાના ફેસબુકના ઓફિસિયલ એકાઉન્ટથી માહિતી આપી હતી. સાંસદ પ્રભુ વસાવાએ જણાવ્યું હતું કે, ફેસબુક પર અજાણ્યા ઇસમ દ્વારા બનવામાં આવેલ ફેક એકાઉન્ટ પર કોઈએ પણ વ્યહાર કરવો નહિ અને વાતચીત પણ કરવી નહિ.



.png)