તાપી પોલીસે ફિલ્મી ઢબે રૂ. 4.49 લાખથી વધુનો વિદેશી દારૂ ભરેલી બોલેરો પિકપ ગાડીને ઝડપી પાડ્યો. પોલીસે એક આરોપીને ઝડપી એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો.
તાપીના પોલીસનાં માણસો અલગ અલગ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે સમય દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે, મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર તરફથી એક બોલેરો પીકઅપમાં ઘાસના ભુસાની ગુણોમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી સુરત તરફ જનાર છે. જે બાતમી આધારે નવાપુરથી સોનગઢ તરફ જતા મીરકોટ ગામની સીમમાં વીર વચ્છરાજ હોટલના સામે રોડ ઉપર પોલીસના માણસો વોચમાં હતા. ત્યારે બાતમી વાળી બોલેરો પીકઅપ આવતા આગળના વાહનોને ફિલ્મી ઢબે ઉભા રાખી વાહનને પોલીસના માણસો મારફતે રોકવા ઇશારો કરતા વાહનના ડ્રાઇવરે તેનુ વાહન થોડે સુધી રિવર્સ લઈને નાસી જવાની કોશીશ કરી હતી. તે દરમિયાન પોલીસનાં માણસોએ દોડીને બોલેરો પીકઅપમાં બેસેલા ડ્રાઇવર અને ક્લીનર બોલેરોમાંથી નાશવા જતાં ક્લીનરને પકડી પાડ્યો હતો. જ્યારે ડ્રાઇવર રોડની બીજી તરફથી નાશી ગયો હતો.
બોલેરો પીકઅપ રોડની સાઇડમાં લેવડાવી ચેક કરતા ટેમ્પોની પાછળના ભાગે ઘાસના ભુસામાંથી એક પ્લાસ્ટીકનો કોથળો ઉતારી ખોલી જોતા તેમાં ઘાસના ભુસાની આડમાં ઇંગ્લીશ દારૂના પુઠાના બોક્ષમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આશરે કિં.રૂ. 2,00,000 સાથે કોથળાઓમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ કુલ બોટલો/ટીન બીયર બોક્ષ 68માંથી 2064 નંગ મળી આવ્યા હતા. જેની કુલ કિં.રૂ. 2,44,800 અને એક મોબાઇલ નંગના આશરે કિં.રૂ. 5,000 મળી કુલ કિં.રૂ. 4,49,800ના મુદ્દામાલ સાથે એક ઇસમને પોલીસે ઝડપી લીધો હતો. જ્યારે બીજા આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉચ્છલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


.png)