નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કંથરપુરા ગામના યુવાને અક્તેશ્વર પુલ પરથી છલાંગ લગાવતા યુવાનનું મોત

0
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કંથરપુરા ગામના યુવાને અક્તેશ્વર પુલ પરથી છલાંગ લગાવતા યુવાન મોતને ભેટ્યો હતો.



મળતી માહિતી અનુસાર, નર્મદા જિલ્લાના કંથરપુરા ગામના ડિમ્પલબેન મુકુન્દભાઈ ગોપાલભાઈ બારીયાએ ગરુડેશ્વર પોલીસમાં જાણ કરી હતી કે, ડિમ્પલબેનના પતિ મુકુન્દ ગોપાલભાઈ બારીયા આજરોજ દિવસે બપોરના અરસામાં તેમની પત્ની સાથે જમવા બેઠા હતા. ત્યારે કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. મુકુન્દને મનમાં લાગી આવતા તેમણે અક્તેશ્વર નર્મદા નદીના નવા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી દીધી હતી. જેથી તેમનું નીચે પડી જવાથી તેમનું મોત થયું હતું. આ જાણ થતાં જ લોકટોળા ઉમટી પડ્યા હતા. આવી દુઃખદ ઘટનાના પગલે ગામમાં માતમ છવાયું ગયું હતું. ગરુડેશ્વર પોલીસે આ મુદ્દે તપાસ હાથ ધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top