છોટાઉદેપુર : મોબાઈલની લાલચ આપી નરાધમે અનેક વખત સગીરાને બનાવી હવસનો શિકાર

0
છોટાઉદેપુર જીલ્લાની સગીર વયની દીકરી જેની ઉંમર 13 વર્ષ 9 માસ હોય તેને ફરવા જવાના બહાને મોબાઈલ આપવાના બહાને ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ગામના જંગલની સીમમાં તથા એક ફેકટરી પાછળ લઈ જઈ દૂષ્કર્મ આચર્યુ હતું અને અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા. જ્યારે સગીરાને તારા પપ્પાનો ફોન કેવી રીતે આવે છે ? તથા તારા મામાને કેવી રીતે ખબર પડી તેમ કહી ચોટલો પકડી માર માર્યો હતો. આ બાબતે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનાની ગંભીરતા જોતા ઇપિકો કલમ ૩૨૩, ૩૬૬, ૩૭૬(૨)(N)(૩) , ૩૫૪(D), તથા પોકસો એક્ટ ૪.૬ હેઠળ ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરી હતી અને કોર્ટમાં રજુ કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.



સગીરાના પિતા કડીયા કામ કરતા હતા તે સમયે ફોન આવ્યો હોય કે તમારી છોકરીને સ્ટેટ બેંકની સામે કોક મારે છે, જે બાબતે સગીરાને ફોન કર્યો હતો. પરતું તેણે ફોન ઉઠાવ્યો ન હતો તેની શોધખોળ કરતાં આંખના દવાખાના પાસેથી તે મળી આવી હતી. તને કોણ મારતું હતું તે બાબતે પૂછતા સગીરાએ જીગ્નેશ રાઠવા નામના શખ્સનું નામ કહ્યું હતું. સગીરાએ કહ્યું કે, આરોપી તેને બાઈક પર બેસાડી તેના ફોઈના ઘરે લઈ ગયો હતો અને મારી સાથે કેમ નથી આવતી તેમજ તારા પપ્પાનો ફોન કેવી રીતે આવે છે અને તારા મામાને કેવી રીતે ખબર પડી તેમ કહી થપ્પડો પણ મારી હતી.

આ અંગે છોટાઉદેપુરના પી.આઈ, અરુણ પરમારે જણાવ્યું હતું કે, છોટા ઉદેપુર પોલીસ સ્ટેશનમાં એક સગીરાને લાલચ આપી જીજ્ઞેશ રાઠવા નામના ઈસમે અવાર નવાર દુષ્કર્મ આચર્યું હોવાનો પોક્સો એકટ મુજબ ગુન્હો નોંધવામા આવ્યો છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top