સાબરકાંઠા બેઠક પર ભાજપે જાહેર કરેલા નવા ઉમેદવાર સામે લોકોનો વિરોધ

0
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપે રાજ્યની તમામ 26 બેઠક પર પોતાના ઉમેદાવારો જાહેર કરી દીધા છે. પરંતુ સાબરકાંઠા બેઠક પર ભાજપને કકળાટનો સામનો કરવો પડી રહ્યો છે. આ બેઠક પર પહેલા ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી. જો કે તેમણે ચૂંટણી ન લડવાની જાહેરાત કરતા ભાજપે નવા ઉમેદવાર જાહેર કર્યા છે. હવે અહીંથી ભાજપે શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે, પરંતુ તેમની સામે સાબરકાંઠામાં વિરોધ શરૂ થયો છે. આ દરમિયાન મોટી સખ્યામાં ભીખાજીના સમર્થકો અને આગેવાનો મોડાસા સ્થિતિ જિલ્લા ભાજપ કાર્યાલય પર પહોંચ્યા હતા.

ભીખાજી ઠાકોરે આપી પ્રતિક્રિયા

આ મામલે ભીખાજી ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે. 'હું પાર્ટીની સાથે જ છું અને પાર્ટીનો નિર્ણય સર્વમાન્ય છે. જે કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તે જો મારા સમર્થકો હશે તો હું તેમને ચોક્કસ સમજાવીશ કે વિરોધ પ્રદર્શન ન કરે.'

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top