કોણે કઈ પાર્ટીને કેટલું ફંડ આપ્યું? ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડનો તમામ ડેટા કર્યો જાહેર

0
ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડના સિરિયલ નંબર સાથેનો ડેટા આજે(ગુરુવાર) પોતાની વેબસાઇટ પર અપલોડ કર્યા છે. હવેથી બોન્ડને લગતી તમામ માહિતી પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ આજે જ સુપ્રીમ કોર્ટમાં માહિતી આપી હતી કે તમામ ડેટા ચૂંટણી પંચને સોંપી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે SBIને વારંવાર આ કેસમાં ઠપકો આપ્યો હતો.




સુપ્રીમ કોર્ટમાં છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે SBIના ચેરમેનની ઝાટકણી કાઢી હતી. 18મી માર્ચે જ સર્વોચ્ચ અદાલતે SBIને આદેશ આપ્યો હતો કે 21મી માર્ચે સાંજના પાંચ વાગ્યા પહેલા બોન્ડનો તમામ ડેટા સિરિયલ નંબર સાથે ચૂંટણી પંચને સોંપી દેવામાં આવે.

એસબીઆઈએ સોગંદનામું દાખલ કર્યું હતું

એસબીઆઈના ચેરમેન દિનેશ કુમાર ખારાએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું હતું કે, 'કોર્ટના આદેશ મુજબ અમે નિર્ધારિત સમય પહેલા ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડ સાથે સંબંધિત તમામ વિગતો આપી દીધી છે. આ વખતે આપવામાં આવેલી માહિતીમાં બોન્ડનો આલ્ફા ન્યુમેરિક નંબર એટલે કે યુનિક નંબર, બોન્ડની કિંમત, ખરીદનારનું નામ, પેમેન્ટ મેળવનાર પાર્ટીનું નામ, પાર્ટીના બેંક એકાઉન્ટ નંબરના છેલ્લા ચાર અંક, કિંમત અને રિડીમ કરેલ નંબરનો સમાવેશ થાય છે. સાયબર સુરક્ષાને ધ્યાનમાં રાખીને, રાજકીય પક્ષનો સંપૂર્ણ બેંક એકાઉન્ટ નંબર, પક્ષની કેવાયસી માહિતી અને ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનારને શેર કરવામાં આવ્યા નથી.'

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top