સુરતમાં બે રત્નકલાકારે એક સાથે જીવન ટૂંકાવ્યું, બંને મૃતક સગા ભાઈ

0
શહેરમાં બે સગા ભાઈઓએ એક સાથે જિંદગી ટૂંકાવી છે. રત્ન કલાકાર તરીકે કામ કરતા બંને ભાઈઓએ અનાજમાં નાખવાની દવા ગટગટાવીને આત્મહત્યા કરી છે. સુરત શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા આ બંને રત્નકલાકાર ભાઈઓએ હોમ લોન લીધી હતી. આત્મહત્યા કરવા પાછળના કારણો અંગેની તપાસ પોલીસે શરૂ કરી છે.



સુરત શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા હિરેન સુતરીયા અને પરીક્ષિત સુતરીયા રત્ન કલાકાર તરીકે કામ કરે છે. આ બંનેએ કોઈ કારણોસર અનાજમાં નાખવાની દવા પીને એકસાથે આત્મહત્યા કરી છે. તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્યાં સારવાર દરમિયાન બંને ભાઈનું મોત નીપજ્યું હતું. અમરોલી પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ સારવાર દરમિયાન બંને ભાઈનું મોત નીપજ્યું હતું.


અમરોલી પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને ભાઈ હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે નોકરી કરતા હતા. તેઓએ હોમ લોન લીધી હતી. હાલ પરિવારના સભ્યો આ શંકા વ્યક્ત કરી રહ્યા છે કે લોનના હપ્તા ન ભરી શકવાના કારણે બંને ભાઈઓએ આ પગલું ભર્યું હશે.


મૃતકોના સંબંધી મનીષ સુતરીયાએ જણાવ્યું હતું કે, હિરેન અને પરીક્ષિત્તે અમને કંઈ પણ જણાવ્યું ન હતું. તેઓ કયા કારણસર આ પગલું ભર્યું છે તે પણ અમને ખબર નથી. પોતાના ઘરે જ બંનેએ આપઘાત કરી લીધો છે. તેમની પત્ની અને માતા સાથે જ રહે છે. જ્યારે આ અંગે અમને જાણ થઈ ત્યારે અમને પણ વિશ્વાસ નહોતો થયો. તેઓએ હોમ લોન લીધી હતી. બંને અલગ અલગ હીરાના કારખાનામાં રત્ન કલાકારની નોકરી કરતા હતા.

અમરોલી પોલીસ મથકના ઇન્સ્પેક્ટર પી. પી. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, બંને રત્નકલાકાર તરીકે નોકરી કરતા હતા. કયા કારણોસર આપઘાત કર્યો છે તે અંગેની તપાસ હાલ અમે કરી રહ્યા છીએ. બંનેની નોકરી પણ ચાલી રહી હતી. અત્યાર સુધી કોઈ સુસાઈડ નોટ મળી નથી. અમે પરિવારના સભ્યો અને કારખાનેદારોના નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરીશું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top