"આદિવાસી સમાજને નષ્ટ કરવાનું મોટુ ષડયંત્ર" દેવ બિરસા સેના

Study Material
0
તાપી જિલ્લામાં આદિવાસી સમાજ આદિ-અનાદિ કાળથી પોતાની સંસ્કૃતિ પરંપરા સાથે જોડાયેલા છે. જે આદિવાસી સમાજ પ્રકૃતિને દેવી- દેવતાઓના રૂપમાં પુંજતો આવેલો છે. કેટલાક વર્ષોથી તાપી જિલ્લામાં તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજને નષ્ટ કરવાનો મોટુ ષડયંત્ર ખ્રિસ્તી દ્વારા ચાલી રહ્યું છે. દેશ - વિદેશથી અલગ અલગ રાજ્યોથી આવતા. ખ્રિસ્તીના પાસ્ટર પાદરીઓ, ખ્રિસ્તી ધર્મના વિવિધ પ્રકારના મોટા મોટા કાર્યક્રમો કરી રહ્યા છે.જે કાર્યક્રમો દ્વારા ભલા ભોળા આદિવાસી સમાજને લોભ, લાલચ, સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી મુળ આદિવાસી સંસ્કૃતિ પરંપરાથી અલગ કરવાનુ ષડયંત્ર કરી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં ખ્રિસ્તી ધર્મ દ્વારા આવા કાર્યક્રમો થતા રહ્યા તો આદિવાસી સમાપ્ત થઇ જશે, અને પાસ્ટર પાદરી, આદિવાસી સમાજના લોકોને ખ્રિસ્તી ધર્મા ધર્માંતરીત કરી આદિવાસી આદિવાસી વચ્ચે સંઘર્ષ લડાઇ-ઝગડા, તકરાર કરાવવાનું ષડયંત્ર કરાવી રહ્યા છે. આ રીતે આખો આદિવાસી સમાજ ટૂંક સમયમાં નષ્ટ થઇ જશે. આદિવાસી ખ્રિસ્તી નથી. તો ખ્રિસ્તી કાર્યક્રમો કેમ કરવામાં આવે છે. ? અને અગાઉ પણ અનેક કાર્યક્રમો થઇ ગયા છે. હાલ પણ ખ્રિસ્તી સમાજ દ્વારા કાર્યક્રમો થઈ રહ્યા છે. શું ?. આદિવાસી સમાજ ખ્રિસ્તી છે.? તો કયારે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો ? અને જે લોકો ખ્રિસ્તી ધર્મના કાર્યક્રમોના આયોજકો છે. તે શું પોતે ખ્રિસ્તી છે. ? તેઓએ ક્યારે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. અને તેની નોંધણી શું સરકારી દફતરે કરાવેલ છે.? અને નોંધણી કરાવ્યા બાદ આદિવાસી સમાજને મળતા લાભો લે છે. ? તે એક તપાસનો વિષય છે.આ ખ્રિસ્તી ધર્મના દરેક આયોજકો પર જો તેમણે ખ્રિસ્તી ધર્મનો અંગીકાર ન કરેલ હોય તો તેમના વિરુધ્ધ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરી છે.




કાર્યક્રમની મંજૂરી લેનાર ખ્રિસ્તી છે છેકે નહીં તે પ્રશ્ન ખ્રિસ્તી ધર્મના બધા કાર્યક્રમો કરવા પહેલા મંજૂરી લેવાય છે. તો મંજૂરી લેનાર પોતે ખ્રિસ્તી ધર્મ તરીકે નોંધાયેલ છે. ? અને જો હા તો મંજૂરી લેવા સમયે પુરાવા રજૂ કરેલ છે. ? અને જો ખ્રિસ્તી ધર્મ તરીકે નોંધાયેલ ન હોય તો તેના વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવે, કાર્યક્રમ આયોજક ખ્રિસ્તી ધર્મ અપનાવેલ ન હોય તો તેને કાર્યક્રમો કરવાની મંજૂરી તંત્ર દ્વારા કેમ અપાય છે. અને કોણ આપે છે. તો આપનાર અધિકારી પર પણ કાર્યવાહી કરવા માગ કરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top