વાલોડમાં નેહરુ યુવા કેન્દ્ર દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન

Study Material
0
તાપી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નવા મતદારો માટે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વાલોડ તાલુકામાં અલગ અલગ જગ્યાએ આયોજીત કાર્યક્રમમાં લગભગ ૪૫૦ થી ૫૦૦ યુવાઓને મતદાનનું મહત્વ અને ભારત દેશની લોકશાહી વિશે માહિતી આપવામાં આવી હતી.નવા યુવા મતદારોને માહિતી આપવામાં આવી હતી. નેહરુ યુવા કેન્દ્ર સુરત(તાપી) દ્રારા યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર અંતર્ગત વાલોડ મામલતદાર ટી.સી.પટેલના માગૅદશૅન હેઠળ નાયબ મામલતદાર નરેન્દ્ર ભાઇ ઢોડીયાની ટીમ વાલોડ ખાતે ગવર્નમેન્ટ સાયન્સ કોલેજ, ગવર્નમેન્ટ આઈ.ટી.આઈ. કોલેજ, રીયલ કેડ લાઈફ , જય ગારમેન્ટ જેવી વિવિધ જગગ્યાઓ પર વહીવટી વિભાગના સહયોગથી મતદાન જાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જેમાં મતદાર જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું .




કૉલેજના દરેક વિભાગના વિદ્યાર્થીઓ તેમજ ફેક્ટરી કર્મચારીઓ હાજર હતા. કાર્યક્રમમાં લોકોને મતદાનનું મહત્વ અને ભારત દેશની લોકશાહી વિશે વિડીયો દ્વારા માહિતી આપવામાં આવી હતી. જે લોકોના મતદાન કાર્ડ નથી તે લોકોને નવા મતદાન કાર્ડ બનાવવા વિષે જાણકારી આપવામાં આવી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top