વ્યારા તાલુકાના ઇન્દુ ગામને સીમમાં દીપડા દ્વારા રહેણાંક વિસ્તારમાં પાલતુ પશુના શિકાર કરી પશુપાલકોની મુશ્કેલી વધારી હતી. જેને લઇને વ્યારા વન વિભાગ દ્વારા આજરોજ દીપડાને પકડવા માટે ખેતરાડી વિસ્તારમાં પાંજરું મૂકી દેવાયું હતું. વ્યારા તાલુકાના ઇન્દુ ગામમાં છેલ્લા થોડા સમયથી દીપડો અવારનવાર નજરે પડી રહ્યો હતો. જોકે ગત રોજ દીપડાએ શિકારની લાલચમાં રહેણાંક વિસ્તારમાં આવી એક પશુપાલકના ઘરએ કોઢારમાં બાંધેલા પાલતુ ઢોરોને શિકાર બનાવ્યો હતો. જેમાં એક વાછરડીનો શિકાર કરી તેને મોતને ઘાટ ઉતારી દેવાય હતી.
જેને લઈને પશુપાલકો સહિત ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જે બનાવ અંગે વ્યારા વન વિભાગને જાણ કરી દીપડો વધુ આતંક ફેલાવે તે પહેલા તેને પાંજરામાં પુરાય એવી માંગ કરી હતી. આજરોજ વ્યારા વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે ખેતરાડી વિસ્તારમાં પાંજરૂ મૂકી દેવાયું હતું. જોકે આ વિસ્તારમાં ખેડૂતો પશુપાલકો અને ગ્રામજનો માટે મુસીબત સમાન બનેલો દિપડો ક્યારે પાંજરે પુરાઈ તેના પર સૌની મીટ મંડાયેલી છે.
.png)

.png)