કચ્છમાં ભૂકંપના સવારે 3.2ની તીવ્રતાનો આંચકો, જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો ચાલુ રહ્યો

0

વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના મોટા આફટરશોક નોંધાઈ રહ્યા છે.ત્યારે નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે સતત ચાલુ રહેતો હોય છે. આજે વહેલી8 સવારના સમયે 3:04 કલાકે 3.2ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના વાગડ વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનો કેન્દ્રબિંદુ દુધઈથી 25 કિલોમીટર દૂર નોર્થ - નોર્થ વેસ્ટમાં નોંધાયો હતો.ઉલ્લેખનીય છે કે કચ્છના વાગડ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટલાઈન પર જ નોંધાઈ રહ્યા છે.



કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો કચ્છમાં આજે વહેલી સવારે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના ગોઝારા ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે આજદિન સુધી ચાલુ રહ્યો છે. આજે પૂર્વ કચ્છના વિસ્તારમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો.સવારના 3:04 કલાકે આ ભૂકંપનો આંચકો નોંધાયો હતો.

વાગડ વિસ્તારની ભચાઉ પાસેની ફોલ્ટ લાઈન વધુ સક્રિય : 


પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં આવેલ ભૂકંપની ફોલ્ટ લાઈન પર અવારનવાર 1.0 થી 4.0 અને ક્યારેક તેનાથી વધુની તીવ્રતાના આંચકાઓ નોંધાતા આવ્યા છે. ખાસ કરીને ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકાઓ અનુભવાતા હોય છે. જ્યારે પશ્ચિમ કચ્છમાં ભાગ્યે જ આંચકાઓ નોંધાતા હોય છે.આજે વહેલી સવારે ફરી પૂર્વ કચ્છના વિસ્તારમાં આંચકો અનુભવાયો હતો.


4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે લોકોમાં ભય :  

કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટ લાઈન છે તે ફોલ્ટ લાઈનની સક્રિય થઈ છે અને તેની આસપાસ જ છેલ્લાં કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે.અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાઓને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે નથી આવી રહ્યા.પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top