વડોદરા : જી.એસ.એફ.સીના મેઈન ગેટ સામે ગેરેજમાં અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો

0
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં સવારમાં આગનો બનાવ સામે આવ્યો છે. જી.એસ.એફ.સીના મેઈન ગેટ સામે ગેરેજમાં અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવને લઇ તાત્કાલિક ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.




તાત્કાલિક ઘટનાસ્થળે ફાયર વિભાગની ટીમ પહોંચી
પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના છાણી વિસ્તારમાં આવેલ જીએસએફસીના મુખ્ય ગેટની સામે આવેલ હિન્દુસ્તાન ગેરેજમાં અચાનક આગનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવને લઇ વડોદરા ફાયર કંટ્રોલમાં કોલ મળતા તાત્કાલિક ઘટનાસ્થળે ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. સાથે જ જીએસએફસી ફાયર વિભાગની ટીમની પણ મદદ લેવામાં આવી હતી. આગ પર હાલમાં ફાયર વિભાગે સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે.

બનાવને લઇ આસપાસના લોકો પણ દોડી આવ્યા
આ ગેરેજમાં આગ શોર્ટ સર્કિટને લીધે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ આગ એટલી વિકરાળ હતી કે રિપાવરિંગ ગેરેજ માલિકને લાખોનું નુકસાન થયું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ બનાવને લઇ આસપાસના લોકો દોડી આવ્યા હતા. ફાયર વિભાગે ભારે જાહેમત બાદ આગ પર કાબુ મેળ્યો હતો. જો આગ કાબુમાં ન આવી હોત તો મોટું નુકસાન થઈ શકતું હતું. જોકે, ગણતરીના સમયમાં ફાયરે વિભાગની સતર્કતાના કારણે સંપૂર્ણ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top