વ્યારા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ખેલ મહાકુંભ 2.0 નું ઉદ્ઘાટન સમારોહ યોજાયો

0
વ્યારા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જિલ્લાના સમાહર્તા કલેક્ટર ડો. વિપિન ગર્ગની વિશેષ ઉપસ્થિતિમાં ખેલ મહાકુંભ 2.0 નું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ખેલ મહાકુંભ 2.0 માં દક્ષિણ ઝોનના રમતવીરો ખો ખો, વોલીબોલ અને કબડ્ડી જેવી રમતોમાં પોતાની પ્રતિભાનો પરિયય આપશે.




આ ખાસ સ્પર્ધામાં ખેલાડીઓ ઉત્કૃષ્ટ દેખાવ કરીને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ મેડલો મેળવીને જિલ્લા સહિત રાજ્યનું નામ રોશન કરે તે માટે કલેક્ટર ડો. વિપિન ગર્ગ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીએ પણ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના તમામ રમતવીરોને શુભેચ્છા પાઠવીને રાજ્યકક્ષાએ સ્પર્ધામાં પહોંચવા શુભકામનાઓ પાઠવી હતી. પ્રથમ દિવસે ખોખો રમતની અં-૧૪ ભાઈઓ, અં-14 બહેનો અને અં-17 ભાઈઓની સ્પર્ધાનું આયોજન થયેલ હતું. જેમાં તાપી અને ડાંગ જિલ્લાની ટીમો વિજેતા થઈ હતી. આ તમામ વિજેતા ટીમો અગાઉ રાજ્યકક્ષાએ ભાગ લેશે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીએ જણાવેલ હતું.રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી-તાપી અને ર.ફ. દાબુ કેળવણી મંડળ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા ના સંયુક્ત ઉપક્રમે આયોજિત સ્પર્ધા 05 માર્ચ, 2024 સુધી ચાલશે. તાપી જિલ્લામાં આયોજિત આ સ્પર્ધાના ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા રમત વિકાસ અધિકારી ચેતનભાઈ પટેલ વિવિધ જિલ્લાના કોચ, ખેલાડીઓ અને ખેલપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top