નેશનલ હાઇવે પર ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન થી રાખ ભરી ને દોડતાં ટેન્કર અને કન્ટેઇનર ના ચાલકો હાઇવે પર નિયમ અને કાયદા નો છડે ચોક ભંગ કરતાં હોય છે પણ જિલ્લા પોલીસ કે આરટીઓ વિભાગ તેમની સામે પગલાં ભરવા બાબતે વામણા સાબિત થાય છે.નિયમ મુજબ રાખ ભરી ને પસાર થતાં ટેન્કર અને અને અન્ય વાહનો ને ઉપર થી કાપડ અથવા અન્ય વડે ચુસ્ત આવરણ વડે ઢાંકવું જરૂરી છે.
જો કે મોટે ભાગ ના ચાલકો ઢીલા અને ફાટેલા તૂટેલા ગ્રીન કપડાં વડે રાખ ને માત્ર ઢાંકવા ખાતર જ ઢાંકતા હોય છે જેથી આખા હાઇવે પર ખાસ કરી ને જ્યાં રસ્તો ખરાબ હોય ત્યાં મોટે પાયે રાખ ઊડતી હોય છે.કેટલાંક રાખ ભરેલાં ટેન્કર ના ચાલકો પણ તેમનાં વાહન ઉપર ના ઢાંકણ યોગ્ય રીતે બંધ કરતાં ન હોય હાઇવે પર મોટા પ્રમાણમાં રાખ ઊડતી હોય છે. તસવીર માં સોનગઢ વ્યારા વચ્ચે રાત્રી ના સમયે પસાર થતાં ટેન્કર ના ઢાંકણ માંથી ઊડતી રાખ નજરે પડે છે.


.png)