માનવ કલ્યાણ યોજના અતંર્ગત મજુર લાભાર્થીને ટુલ કીટ નહી અપાતા વ્યાપક રોષ

0
માનવ કલ્યાણ યોજના અતંર્ગત મજુરો દ્વારા અરજી તો કરાઇ પરંતુ તે મંજુર થઇ કે નામંજુર થઇ તેની કોઇ માહિતી અપાઇ નથી કે નથી કોઇ મજુરોને ટુલ કીટ વિતરણ કરાય ત્યારે ગુજરાત મજદુર સંઘ દ્વારા સઘળી બાબતે રજૂઆત કરી પ્રશ્નોનો હલ લાવવા માંગ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.




ગુજરાત સરકાર દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફત માનવ કલ્યાણ યોજનાની અલગ અલગ અંદાજે અઢાર (૧૮) જેટલા ધંધાર્થીઓને અલગ અલગ ટુલ કીટ વિતરણ કરવામાં આવ છે પરંતુ ભાવનગર જિલ્લામાં વર્ષ ૨૦૨૨ તથા વર્ષ ૨૦૨૩થી આજ સુધીની માનવ કલ્યાણ યોજનાની ઓનલાઇન અરજીઓ કરવામાં આવેલ છે. તે ટુલ કીટો લાભાર્થીઓને આજ દિન સુધી વિતરણ કરવામાં આવી ન હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.


વધુમાં મજુરની પાસે પોતાના ધંધાને લક્ષીને ઓજાર (હથીયાર, સાધનો) ન હોય તો તેમને મજુરીએ જવામાં તકલીફો પડતી હોય છે અથવા તો સાધનો ભાડેથી લેવા પડતા હોય છે અને ગુજરાત સરકાર એવું ઇચ્છે છે કે કોઇ પણ મજુરી કામ કરતા મજુર પાસે પોતાની સાધન સામગ્રી હોવી જરૂરી છે. પરંતુ ભાવનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં વર્ષ-૨૦૨૨ થી આજ દિન સુધીની ઓનલાઇન કરેલ અરજીઓના ના તો કોઇ નામંજુર કરેલ કાગળ (પત્ર) મળેલ છે ના તો કોઇ મંજુર કરવા બાબત પણ પત્ર મળેલ છે. ત્યારે આવેલ અરજીઓ ઉપર શુ કાર્યવાહી કરવામાં આવી છે. તેવા પ્રશ્નો અરજદારોને મુંઝવણમાં મુકી રહ્યા છે અને જે મજુરોની અરજી મંજુર કરવામાં આવી હોય તો ફાળવણી કેમ નથી કરવામાં આવતી તે બાબતને લઇ ગુજરાત મજદુર સંઘ ભાવનગર દ્વારા રજૂઆત કરાઇ છે. સાથે જરૂરી કાર્યવાહી નહી થાય તો કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઇ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top