ગુજરાતના સરકારી કર્મચારીઓ લડાયક મૂડમાં, પડતર માગણીઓ સાથે સચિવાલયમાં 'હલ્લાબોલ'

Study Material
0
જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે છેલ્લા ઘણા દિવસોથી કર્મચારી મંડળ તથા સંયુક્ત મોરચા દ્વારા ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. અગાઉ પેન ડાઉનનો કાર્યક્રમ સફળ રહ્યા બાદ શુક્રવારે કર્મચારીઓ વ્યક્તિગતરીતે મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવા માટે સચિવાલય ઉમટયા હતા. સમગ્ર રાજ્યના હજ્જારોની સંખ્યામાં કર્મચારીઓ સચિવાલયના ગેટ પાસે પહોંચી ગયા હતા તેમ છતા પોલીસને ગંધ આવી ન હતી આખરે સચિવાલયના દરવાજા તાબડતોબ બંધ કરી કર્મચારીઓને અટકાવ્યા હતા. સામાન્ય બળ પ્રયોગ કરીને સેંકડો કર્મચારીઓની અટકાયત પણ કરવામાં આવી હતી.





કર્મચારીઓ પોતાની માંગણીઓ પુરી કરાવવા માટે મેદાને ઉતરી પડયા

વિધાનસભાની ચૂંટણી પહેલા જુની પેન્શન યોજના લાગુ કરવા સહિતની ઘણી માંગણીઓ સાથે કર્મચારી મંડળોએ આંદોલન છેડયું હતું જેના પગલે તે વખતે શરતો સાથે જુની પેન્શન યોજના લાગુ કરવા સહિત વિવિધ માંગણી મૌખિક સ્વિકારવામાં પણ આવી હતી પરંતુ તેમાંથી એક પણ રજુઆત હજુ સુધી સંતોષમાં આવી નથી આવી સ્થિતિમાં લોકસભા ચૂંટણી પહેલા કર્મચારીઓ આ વખતે માંગણીઓ પુરી કરાવવા માટે મેદાને ઉતરી પડયા છે અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળ શિક્ષકો, આરોગ્ય કર્મી, સચિવાલયના કર્મચારીઓ, બિન સચિવાલયના કર્મચારી સહિત તમામ વિભાગના કર્મચારીઓ આંદોલનમાં જોડાઇ ગયા છે.આંદોલનના ભાગરૃપે અગાઉ શાંતિથી ગાંધીચિંધ્યા માર્ગે હાળી પટ્ટી-કાળા કપડા ધારણ કરીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. એટલુ જ નહીં, મંજુરી નહીં હોવા છતા ગાંધીનગરમાં ધરણાં પણ કરાયા હતા તો સરકારે પગલા લેવાની ધમકી આપી હોવા છતા કર્મચારીઓ પેન ડાઉનમાં જોડાઇને પોતાની માંગણીઓ બુલંદ બનાવી હતી પરંતુ સરકારે કોઇ હકારાત્મક વલણ અપનાવ્યું ન હતું જેથી આજે કર્મચારીઓએ મુખ્યમંત્રીને વ્યક્તિગત આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. 


જેના પગલે આજે સવારે એકાએક હજ્જારો કર્મચારીઓ જુના સચિવાલયના ગેઇટની બહાર નવા સચિવાલય પાસે પહોંચી ગયા હતા. જેના પગલે પોલીસ સહિત અન્ય એજન્સીઓ પણ દોડતી થઇ ગઇ હતી. હજ્જારો કર્મચારીઓ સચિવાલય તરફ ધસી આવતા હોવાનું જાણીને તાત્કાલિક સચિવાલયના ગેઇટ બંધ કરી દેવામાં આવ્યા હતા. સાથે સાથે અહીં બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો હતો. એટલુ જ નહીં, જુના સચિવાલયના ગેટ પાસે જ તમામને અટકાવીને તબક્કાવાર ધરપકડનો સિલસિલો પણ શરૃ કરવામાં આવ્યો હતો. આખરે દસ વ્યક્તિના પ્રતિનિધિ મંડળને સચિવાલય લઇ જવામાં આવ્યા હતા અને સરકારના સામાન્ય વહિવટ વિભાગમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જો કે,આ વખતે જ આવતીકાલ શનિવારે ચૂંટણીની જાહેરાત થઇ જવાના મેસેજ વાયરલ થતા કર્મચારીઓમાં નિરાશા જોવા મળી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top