ગુજરાતની આ કંપનીઓએ રાજકીય પક્ષોને આપ્યું સૌથી વધુ દાન

Study Material
0
ચૂંટણી પંચે SBI દ્વારા આપવામાં આવેલા ઈલેક્ટોરલ બોન્ડની માહિતી બે ભાગમાં રાખી છે. ચૂંટણી સંસ્થાના ડેટા અનુસાર, જે કંપનીઓએ ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા છે તેમાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, મેઘા એન્જિનિયરિંગ, પિરામલ એન્ટરપ્રાઈઝ, ટોરેન્ટ પાવર, ભારતી એરટેલ, ડીએલએફ કોમર્શિયલ ડેવલપર્સ, વેદાંતા લિમિટેડ, એપોલો ટાયર્સ, લક્ષ્મી મિત્તલ, એડલવાઈસ, પીવીઆર, કેવેન્ટર, સુલા ડબલ્યુ. , વેલસ્પન અને સન ફાર્મા. ખાસ વાત એ છે કે ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનારી કંપનીઓમાં અદાણી, ટાટા અને અંબાણીની કંપનીઓ સામેલ નથી.




બોન્ડની વિગતોમાંથી ગુજરાતના ઉદ્યોગોએ પણ બોન્ડની ખરીદી કરી રાજકીય પક્ષોને દાન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. વિગતો અનુસાર રાજ્યની ટોરેન્ટ, ઝાયડસ, ઇઈન્ટાસ, એલેમ્બિકનો સમાવેશ આ યાદીમાં થાય છે. તો બીજી તરફ જાણીતી કંપની અરવિંદ, નિરમાનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં ગુજરાત રાજ્યમાંથી સૌથી વધુ બોન્ડની ખરીદી રાજકીય અનુદાન આપવામાં ટોરેન્ટ જૂથની ફાર્મા અને પાવર કંપનીઓ અવ્વલ આવે છે. આ યાદીમાં કેટલાક વ્યક્તિગત રીતે બોન્ડની ખરીદી કરનાર ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે.

કઈ કંપનીએ કેટલા બોન્ડની ખરીદી કરી

  • ટોરેન્ટ જૂથ – ૧૮૪ કરોડ રૂપિયા
  • વેલસ્પન જૂથ – પપ કરોડ રૂપિયા
  • લક્ષ્મી મિત્તલ – ૩૫ કરોડ રૂપિયા
  • ઈન્ટાસ – ૨૦ કરોડ રૂપિયા
  • ઝાયડસ – 29 કરોડ રૂપિયા
  • અરવિંદ – ૧૬ કરોડ રૂપિયા
  • નિરમા – ૧૬ કરોડ રૂપિયા
  • એલેમ્બિક – ૧૦ કરોડ રૂપિયા

કયા પક્ષોએ ચૂંટણી બોન્ડ્સ કેશ કરાવ્યા?

માહિતી અનુસાર, ચૂંટણી બોન્ડ કેશ કરનારા પક્ષોમાં BJP, કોંગ્રેસ, AIADMK, BRS, શિવસેના, TDP, YSR કોંગ્રેસ, DMK, JDS, NCP, TMC, JDU, RJD, AAP અને સમાજવાદી પાર્ટીનો સમાવેશ થાય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top