સુરતમાં 70,000નાં પગારદાર મહિલા PSI અને પુત્ર 8,000ની લાંચ લેતાં ઝડપાયાં,

Study Material
0
સુરતના લાલગેટ પોલીસ મથકની લાલગેટ પોલીસચોકીનાં મહિલા PSI અને તેમના પુત્રને ACBએ 8 હજારની લાંચ સ્વીકારતાં તેમની ઓફિસમાં જ ઝડપી લીધાં હતાં. વેપારીને ત્યાં કામ કરતા ટેક્નિશિયન વિરુદ્ધ લાલગેટચોકીમાં થયેલી અરજીમાં અટકાયતી કાર્યવાહી નહીં કરવાના બદલામાં 70,000નાં પગારદાર મહિલા પીએસઆઈ 10,000ની લાંચ માગ્યા બાદ 8,000 લેવા તૈયાર થયાં હતાં.




વાતચીત બાદ લાંચ પેટે 8,000 લેવા તૈયાર થયાં

મળતી માહિતી પ્રમાણે, સુરતના એક વેપારીને ત્યાં નોકરી કરતા ટેક્નિશિયન વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકની લાલગેટચોકીમાં અરજી થઈ હતી. અરજીની તપાસ કરી રહેલાં લાલગેટ ચોકીનાં મહિલા પીએસઆઈ મંજુલાબેન શંકરલાલ પારગીએ અરજીમાં અટકાયતી કાર્યવાહી નહીં કરવાના બદલામાં ટેક્નિશિયન પાસે 10,000ની લાંચની માગણી કરી હતી. વાતચીત બાદ તેઓ લાંચ પેટે 8 હજાર લેવા તૈયાર થયાં હતાં.

ACBએ છટકું ગોઠવી માતા-પુત્રને રંગેહાથ ઝડપ્યાં
ટેક્નિશિયને આ અંગે વેપારીને વાત કરતાં તેમણે સુરત એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. ફરિયાદને આજરોજ એસીબી સુરત એકમના મદદનીશ નિયામક આર.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય એસીબીના પીઆઈ એસ.ડી. ધોબી અને સ્ટાફે છટકું ગોઠવ્યું હતું. એ મુજબ મોડી સાંજે લાલગેટચોકીમાં જ મહિલા પીએસઆઈ મંજુલાબેન પારગીએ વેપારી સાથે લાંચ અંગે વાત કરી ત્યાં હાજર પોતાના પુત્ર અશ્વિનને લાંચની રકમ 8,000 આપવા કહ્યું હતું.

મંજુલાબેન 2017થી PSIની ફરજ બજાવતાં

અશ્વિને લાંચની રકમ સ્વીકારી એ સાથે જ એસીબીની ટીમ ત્રાટકી હતી અને મહિલા પીએસઆઈ અને તેમના પુત્રને રંગેહાથ ઝડપી લીધાં હતાં. વર્ષ 2017માં પીએસઆઈ બનેલાં મંજુલાબેન પારગીનો પગાર 70 હજાર છે. સુરત એસીબીએ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top