ખેડૂતોએ ફરી ચડાવી બાંયો: ટોળેટોળાં સંસદ જવા નીકળ્યા, નોઇડામાં ચક્કાજામ

0
ફરી એકવાર પોતાની અલગ-અલગ માંગોને લઈને ખેડૂતો લડતમાં ઊતરી ગયાં છે. ખેડૂતોની આ મહાકૂચને લીધે દિલ્હી-નોઈડા બોર્ડર પર સંગ્રામ જેવી સ્થિતિ થઈ ગઈ હતી. દિલ્હી- નોઈડા, ચિલ્લા બોર્ડર પર સુરક્ષા બમણી કરી દેવાઈ હતી.

  • ખેડૂતોની કૂચની નોઈડામાં પોલીસ દ્વારા અટકાયત
  • અટકાયતને લીધે વિસ્તારમાં ખેડૂતોનો ચક્કાજામ
  • ચિલ્લા બોર્ડર પર સિક્યોરિટી વધારી દેવામાં આવી
ઉત્તરપ્રદેશથી દિલ્હી કૂચ કરી રહેલાં ખેડૂતોની પોલીસે નોઈડામાં અટકાયત કરી હતી જ્યારે તેઓ ચિલ્લા બોર્ડર તરફ આગળ વધી ગયાં હતાં. આજે થોડીવાર પહેલાં મહામાયા ફ્લાઈઓવરની પાસે નોઈડાનાં દલિત પ્રેરણા સ્થળની પાસે આ ખેડૂતોની અટકાયત કરવામાં આવી. જેના લીધે આ સ્થળે ખેડૂતોનો ચક્કાજામ થઈ ગયો હતો.

રૂટ્સને ડાયવર્ટ કરી દેવામાં આવ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે અહીંનાં રૂટ્સને પહેલા જ ડાયવર્ટ કરી દીધું હતું. ક્રેન, બુલડોઝર, વ્રજ વાહન અને ડ્રોન કેમેરાથી દેખરેખ પણ કરવામાં આવી હતી. ખેડૂતોનાં વિરોધ પ્રદર્શનને જોતાં દિલ્હી-નોઈડા બોર્ડર પર લાંબા સમય સુધી જામ લાગેલો હતો. અનેક રૂટ્સને ડાયવર્ટ કરી દેવામાં આવ્યું જેથી લોકોને થોડી ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. દિલ્હી -નોઈડા ચિલ્લા બોર્ડર પર સિક્યોરિટી પણ વધારી દેવામાં આવી છે. પોલીસ સતત ખેડૂતોની સાથે વાત કરી રહી છે જેથી તેઓ પોતાનું પ્રદર્શન રોકી દે.

શા માટે ખેડૂતો કરી રહ્યાં છે પ્રદર્શન?
કિસાન સંગઠન ડિસેમ્બર 2023થી નોઈડા અને ગ્રેટર નોઈડા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સંપાદિત કરવામાં આવેલી તેમની જમીનના બદલામાં વળતર અને પ્લોટની માંગને લઈને વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ પોતાની માંગોને લઈને રાજ્ય સરકાર અને સ્થાનીક પ્રશાસન પર દબાણ વધારવા માટે 7 ફેબ્રુઆરીનાં ખેડૂત મહાપંચાયત પણ બોલાવી હતી. 8નાં રાજધાની દિલ્હીમાં સંસદ સુધી વિરોધ માર્ટ નિકાળવાનું એલાન કર્યું હતું.

ગૌતમબુદ્ધ નગરમાં કલમ 144 લાગૂ
ગૌતમબુદ્ધ નગરનાં SP શિવહરિ મીનાએ મીડિયાને જણાવ્યું કે નોઈડા અને ગ્રેટર નોઈડામાં સેક્શન 144 લાગૂ કરવામાં આવ્યું છે જ્યારે તમામ બોર્ડરોને 24 કલાક માટે સીલ પણ કરી દેવામાં આવી છે. કોઈપણ પ્રકારની અપ્રિય ઘટનાને રોકવા માટે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તેઓ સતત ખેડૂતો સાથે વાત કરી રહ્યાં છે અને નોઈડામાં આવનારી તમામ ગાડીઓની ચેકિંગ પણ કરવામાં આવી રહી છે.

ખેડૂતોનું કહેવું છે કે" સત્તાધીશો દ્વારા ખેડૂતોની સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યું." કિસાન સભાનાં જિલ્લા અધ્યક્ષ રૂપેશ વર્માએ કહ્યું કે," ગૌતમ બુદ્ધ નગરમાં ત્રણેય સત્તાધીશોમાં ખેડૂતોની પરેશાનીઓનાં મુદા એક જેવા છે."

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top