વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં હાજરી આપવા માટે ગયેલા મુસ્લિમ યુવકનું હાર્ટ એટેકના કારણે મોત

0
જિલ્લાના જલાલપુર તાલુકામાં વાસી ગામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએમ મિત્રા પાર્કનું ખાતમુહૂર્ત કરવા માટે આવ્યા હતા. જેને લઇને મોટી સંખ્યામાં લોકો સભા સ્થળે પહોંચ્યા હતા. જેમાં નવસારીના ધારાગીરી ગામે મુસ્લિમ ફળિયામાં રહેતો 40 વર્ષીય મુરાદ અલી મહેંદી પણ સભા સ્થળે જવા માટે બસમાં બેસીને દીપલા ગામની સીમમાં પાવર ગ્રેટના પાર્કિંગના સ્થળે પહોંચ્યો હતો જ્યાં બસમાંથી ઉતર્યા બાદ મુરાદ અલીને અચાનક તબિયત કથળતા ચક્કર અને ગભરામણ થતા તે જમીન પર ઢડી પડ્યો હતો અને ત્યારબાદ મૃત્યુ પામ્યો હતો.




ઉલ્લેખનીય છે કે મોરાદ અલી સાથે આવેલા તેમના ભાણેજ મેરાજ અલી શાહે તાત્કાલિક સમય સૂચકતા સભા સ્થળ પર આવેલા આરોગ્ય વિભાગની ટીમને જાણ કરી હતી. જેથી આરોગ્ય વિભાગની ટીમ પણ મુરાદ અલી પાસે પહોંચી એને તાત્કાલિક CPR આપવામાં આવ્યું હતો. 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકમાં આવેલી દીપલા ગામની સીએચસી ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં પ્રાથમિક સારવાર દરમિયાન હાર્ટ એટેકના કારણે તેનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે મરોલી પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top