જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી સાથે સરકારી કર્મચારીઓએ આજે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ અને ધારણા કર્યા હતા. અગાઉથી નક્કી થયેલા 3 કલાકના પ્રતીક ધરણાં બાદ સૌ છુટ્ટા પડ્યા હતા અને આગામી 2 દિવસોમાં આગામી રણનીતિ જાહેર કરશે. નવી પેન્શન યોજના હટાવી તેની જગ્યાએ જૂની પેન્શન યોજના લાગુ કરવી, ફિક્સ પગાર સિસ્ટમ બંધ કરવી, 7માં પગારપંચની અમલવારી કરવી જેવી મુખ્ય માગણીઓ સાથે આગાઉ પણ સરકારી કર્મચારીઓએ આંદોલન કર્યું હતું.

વિધાનસભાની ચૂંટણી હોવાથી સરકારે કમિટી રચી મંત્રણા કરી હતી. મંત્રણાના અંતે કેટલીક બાબતોએ સમાધાન થયું હતું. પરંતુ તે સમાધાનની અમલવારી ના થતાં 18 મહિના બાદ ફરી સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી હોવાના કારણે સરકારી કર્મચારીઓ પણ જાણે છે કે સરકાર ઉપર આ સમયમાં દબાણ લાવી શકાય છે. પરિણામે આજે 12થી3 કલાક સુધી 5 હજાર જેટલા રાજ્યના વિવિધ જિલ્લામાંથી આવેલા કર્મચારીઓએ ધારણા કર્યા હતા અને સૂત્રોચ્ચાર કરી પોતાની માગણી વ્યક્ત કરી હતી. જોકે પોલીસની મંજૂરી ન હોવાના કારણે સત્યાગ્રહ છવનીથી જ તમામ લોકો છુટ્ટા પડ્યા હતા અને આગામી 2 દિવસોમાં કોર કમિટીની બેઠકમાં આંદોલનની આગામી રણનીતિ તૈયાર થશે બાદમાં આંદોલન વધુ ઉગ્ર બનાવાશે તેવો દાવો કર્યો હતો.


.png)