ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં યોજાયેલ એક કાર્યક્રમ દરમિયાન દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી હતી. ત્યારબાદ જાણે ભરૂચ લોકસભા બેઠકનો રાજકીય માહોલ ગરમાયો હોય એવું જોવા મળી રહ્યું છે. ભાજપ હોય કે કોંગ્રેસ, તમામ પાર્ટી એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહી છે.
ભરૂચ અને નર્મદા જિલ્લાનું રાજકારણમાં ગરમાવો યથાવત છે. હાલમાં એક જાહેરસભા દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. આ અંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ચૈતર વસાવા નવા નિશાળીયા જેમ ઉત્સાહમાં આવી જાય છે, તેઓ મૂર્ખામી કરે છે.
આ વચ્ચે જેલમાંથી છૂટ્યા બાદ ચૈતર વસાવાએ પણ લોકસંપર્ક અને ચૂંટણી પ્રચારના કાર્યક્રમ શરૂ કર્યા છે. હાલ ચૈતર વસાવાએ લોકસંપર્ક દરમિયાન એક સભામાં વિવાદિત નિવેદન આપ્યું હતું. જેના પર ચર્ચાએ જોર પકડ્યું છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ નિવેદન કહ્યું હતું કે, ભરૂચ લોકસભા બેઠક પર નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી પણ લડે તો પણ આમ આદમી પાર્ટી જ વિજેતા થશે.