ચૂંટણી અગાઉ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે. તા. ૭ અને ૮ માર્ચના રોજ ભારત જોડો ન્યાય યાત્રા છોટા ઉદેપુર લોકસભા મત વિસ્તાર માંથી પસાર થવાની છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી તે દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા, તેમના પુત્ર સંગ્રામ સિંહ રાઠવા અને કાર્યકરો સાથે કોંગ્રેસ ને રામ રામ કર્યા છે. તેમણે ગાંધીનગર કમલમ ખાતે કેસરિયા ધારણ કર્યા છે.

કોંગ્રસના નેતા નારણ રાઠવાએ સરકારી નોકરી છોડી વર્ષ 1989માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. જનતાદળ માંથી સૌ પ્રથમ વાર લોકસભા ની ચૂંટણી લડ્યા હતા અને કોંગ્રેસ ના સાંસદ અમરસિંહ રાઠવાને હરાવી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1991માં ફરી તેઓ જનતાદળ માંથી ચૂંટણી લડીને જીત્યા. ત્યારબાદ તેઓ જનતાદળ કોંગ્રેસમાં મર્જ થતાં 1996માં કોંગ્રેસ માંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1998 માં ફરી તેઓ કોંગ્રેસ માંથી ચૂંટણી જીતી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1999માં ભાજપા ના ઉમેદવાર રામસિંહ રાઠવા સામે હારી ગયા હતા, 2004 માં ભાજપા ના ઉમેદવાર રામસિંહ રાઠવા ની સામે જીત મેળવી ડો. મનમોહનસિંહ ની સરકારમાં કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી બન્યાં હતાં. ત્યાર બાદ 2009, 2014માં ભાજપાના રામસિંહ રાઠવા સામે ચૂંટણી હારી ગયા હતા. સ્વ. એહમદ પટેલની સાથે સારા સંબંધોને લીધે 2018માં રાજ્ય સભાના સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાયા આવ્યાં હતાં. હાલમાં લોકસભાની ચૂંટણી ના પડઘમ વાગી રહ્યા હોય જ્યારે સમગ્ર દેશમાં ભાજપનું પલ્લુ ભારે હોય સત્તા ની મોહ માયામાં ભાજપમાં જોડાવવા માટે અન્ય પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓમાં હોડ લાગી છે.
જ્યારે કોંગ્રેસ ની પાસે હવે પ્રબળ નેતાઓની સંખ્યા વધું રહી નથી. આજરોજ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારણભાઇ રાઠવા ભારતીય જનતા પાર્ટી માં જોડાઈ ગયા જે ઘટના છોટા ઉદેપુર કોંગ્રેસ માટે ભારે આઘાત રૂપ છે. આવનારાં દિવસોમાં ચૂંટણી હોય જ્યારે કોંગ્રેસ માટે સક્ષમ નેતા ની ઘટ વર્તાશે તેમ લાગી રહ્યું છે.


.png)