મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શાસકો અને વિપક્ષ આમને સામને ગયા હતા. સામાન્ય સભામાં બજેટને લઈ ચર્ચા વખતે પક્ષ અને વિપક્ષ બંને વચ્ચે ગરમાગરમી સર્જાઈ હતી. શાસક પક્ષના કોર્પોરેટરે વિપક્ષ મહિલા કોર્પોરેટર પર કટાક્ષ કર્યો હતો. જેનાથી શાસક અને વિપક્ષ વચ્ચે શાબ્દિક ટીકા ટિપ્પણી શરૂ થઈ ગઈ હતી. થોડા સમય માટે વાતાવરણ ગરમાયું હતું.

બજેટ ચર્ચા દરમિયાન ટીકા ટીપ્પણી:
જ્યારે આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટરો દ્વારા બજેટને લઈ ચર્ચા કરવામાં આવી રહી હતી. ત્યારે ભાજપાના કેટલાક કોર્પોરેટરો દ્વારા વચ્ચે ટીકા ટીપ્પણી કરાઈ હતી. જેને લઇ આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટરો ઉશ્કેરાઈ ગઈ હતી અને સામાન્ય સભામાં ચીમકી આપી હતી કે જો આવનાર સમયમાં ભાજપના કોર્પોરેટરો દ્વારા આવું જ વર્તન કરવામાં આવશે તો તેમને તમાચો ઝીંકી દેવામાં આવશે.