રાજ્યના ખેડૂતોને હાલમાં 8 કલાકથી વધુ વીજળી મળતી નથી. ખુદ સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું

0
ચૂંટણી સમયે 24 કલાક વીજળી આપવાના વાયદા કરનાર ગુજરાત સરકારે હવે ફેલવી તોળ્યું છે. વિધાનસભામાં ખુદ સરકારે કબૂલાત કરી છે કે ગુજરાતના ખેડૂતોને 15 કલાક વીજળી આપવાનું પણ કોઈ આયોજન નથી. આ જ કારણે ખેડૂતોએ હજુ પણ ખેતી માટે વીજધાંધિયાનો સામનો કરવો પડશે.


રાજ્યના ખેડૂતોને હાલમાં 8 કલાકથી વધુ વીજળી મળતી નથી. ખુદ સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું કે ઓછા વરસાદને કારણે 1લી સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી રાજ્યના ખેડૂતોને 2 કલાક વધુ વીજળી અપાઈ હતી. એટલે કે 10 કલાક વીજળી આપવામાં આવી હતી.

સરકારનું કહેવું છે કે, હાલમાં જરૂરિયાત મુજબ 8 કલાકથી વધુ વીજળી આપવામાં આવી રહી છે. જોકે સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, હાલમાં રાજ્યમાં 15 કલાક વીજળી આપવાની કોઈ યોજના નથી. આમ ગુજરાતના ખેડૂતોએ 24 કલાક વીજળી માટે તો હજુ લાંબી રાહ જોવી પડશે.

વિધાનસભા ગૃહમાં અદાણી પાવર લિમિટેડ સાથે 2007માં થયેલ બીડ સહિત વીજ ખરીદી અંગેના પ્રશ્નોનો ઉત્તર આપતા મંત્રીએ જણાવ્યું હતું કે વીજ ખરીદીની તમામ પ્રક્રિયાઓ પારદર્શક રીતે અને મેરીટ ઓર્ડર પ્રમાણે કરવામાં આવે છે એટલે કે ઓછા ભાવ મુજબ પ્રયોરીટી હોય છે. વીજ ખરીદીને આ પ્રક્રિયામાં GSECL રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, ખાનગી કંપનીઓ, આયાત, તેમજ બિન પરંપરાગત સ્ત્રોતો મારફત વીજળી ખરીદી કરવામાં આવે છે.

ઉર્જા મંત્રી એ ખાનગી પ્રોજેક્ટમાંથી વીજ ખરીદી કરવાના કારણોની વિગતો આપતા કહ્યું કે, વર્ષ ૨૦૦૨માં રાજ્યની મહતમ વીજ માંગ ૭૭૪૩ મે.વો હતી જે વર્ષ ૨૦૨૩માં વધીને ૨૪૫૪૪ મે.વો. થઈ છે. છેલ્લા બે દાયકામાં રાજ્યની મહતમ વીજ માંગમાં ૩ ગણો વધારો થયેલ છે જે વીજ ક્ષેત્રની સાથે સાથે સમગ્ર રાજ્યની પ્રગતિ દર્શાવે છે. અગાઉ ખેતીવાડી વીજ જોડાણો માટે ખેડૂતોને ૧૫ વર્ષ જેટલી રાહ જોવી પડતી હતી અને લાંબુ વેઇટિંગ હતું જ્યારે હાલમાં ખેડૂતોને અરજી કર્યેથી અંદાજે ૩ થી ૬ માહિનામાં વીજ જોડાણ મંજૂર કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે,ગુજરાતમાં ખેતીવાડી અને ઉદ્યોગોનો વિકાસ થવાથી તેમજ શહેરીકરણને લીધે લોકોના જીવન ધોરણમાં સુધારો (Ease of Living) થવાને કારણે રાજ્યનું માથાદીઠ વીજ વપરાશ વર્ષ ૨૦૦૩માં ૯૫૩ યુનિટ હતું જે વર્ષ ૨૦૧૩માં માથા દીઠ વપરાશ ૧૮૦૦ યુનિટ થયું હતું અને આજે ૨૦૨૩માં બે ગણાથી વધુના વધારા સાથે ૨૪૦૨ યુનિટ થયું છે એટલુ જ નહીં પરંતુ સમગ્ર દેશના માથાદીઠ વીજ વપરાશ (૧૨૫૫ યુનિટ) કરતાં લગભગ બમણું છે. આમ વધતી જતી વીજમાંગને પહોચી વળવા માટે રાજ્ય સરકારે વીજળી ખરીદવી પડે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top