રાજ્યમાં અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી છે. વલસાડ જિલ્લામાં પણ એક એકસ્માતની ઘટના બની છે. વલસાડના ધરમપુર તાલુકામાં અકસ્માતની ઘટના બની છે. ધરમપુર તાલુકાના આસુરા ગામ નજીક આવેલ નદી પાસે પુરપાટ ઝડપે આવી રહેલ ગાડીએ અન્ય ગાડીને અડફેટે લીધી હતી. પીપલપાડા ગામના લોકોને અડફેટે લેતા 6 થી 7 લોકોને ઇજા પહોંચી છે.
રેડ કલરની ક્રૂઝ કાર દ્વારા મેક્સ જીપ સાથે અકસ્માત કર્યો હતો. અકસ્માતમાં 7 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જ્યારે બે લોકોને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કાર ચાલક અકસ્માત બાદ ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં 2 ને ગંભીર ઇજાઓ થતા સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાર ચાલકો અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. કારમાંથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી હતી. સમગ્ર ઘટનાને પગલે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.